નવીન પાઠ્યપુસ્તક પર્યાવરણ  તાલીમ
આ સમગ્ર સંસારમાં માણસને રહેવા લાયક જગ્યા એક માત્ર પૃથ્વી છે. એને જાળવવી હોયતો બાળકોને પર્યાવરણ શિક્ષણ આપવું અતિ જરૂરી છે.પર્યાવરણ એટલે શું ? સર્વ સ્વીકૃત વ્યાખ્યા આપણી આસપાસ નું વાતાવરણ . આપણી આસપાસમાં શું આવે? હવા,પાણી ,વૃક્ષ ,માનવ,જમીન, અવકાશ,જીવ-જંતુ ( ધોરણ 3 માં આપણે બધા પ્રકારના પ્રાણીઓને  જીવ-જંતુ  કહેવાના છે.)
    આપણે સૌ શિક્ષક મિત્રો જાણીએ છીએ કે આ માહિતીના યુગમાં આપણી પાસે દરેક વિષયની ભરપૂર માહિતી હોય છે એમાથી આપણે નક્કી કરવાની કે કેટલી માહિતી બાળકને એના લેવલ પ્રમાણે આપવાની છે.એ વાત પણ જરૂરી છે કે  બધી જ માહિતી આપવા કરતાં માહિતી ક્યાથી માહિતી ક્યાં થી મળશે એ વાત ની બાળકને ખ્યાલ હોય તો ઘણું સારું.
    આમ જોવા જઇ એ  તો પર્યાવરણ ની સાચી અને સારી સમાજ આપવી હોય તો બાળકને વર્ગની બહારની દુનિયામાં લઈ જવો અતિ જરૂરી છે.પર્યાવરણ એ અવલોકન, અનુભૂતિ ,સંવેદના ના આધારે તકેલો છે, આ ત્રણ બાબત દ્રઢ થાય એટલે એના માં વલણ કેળવાય. બાલમાનસ નું યોગ્ય વલણ એજ આપનો પૃથ્વી બચાવવાનો ધ્યેય.
  કેવી રીતે બચાવસુ  પર્યાવરણ:
1.બાળક સવારે સ્નાન કરવા જાય અને બાથરૂમ માં જરૂર પૂરતું જ પાણી વાપરે ..
2. આપણે પાણી બચાવવાની વાતો કરતાં હોય એ અને  જ્યારે આપણાથી ભૂલ થાય ત્યારેએ   બાળકોએ ભૂલ સુધારી આપે. દા.ત. સવારે દાઢી કરતાં હોય એ અને વોશ બેસિન નો નળ સતત ચાલુ હોય,બાળક એ નળ બંધ કરે અને કહે કે પાણી નો બગાડ ન કરાય.
3.રિશેષ માં કે હરતાં ફરતાં બગીચાને નુકસાન ન કરે અને એની જાળવણી કરે.
4.ઘર આગણા કે એને જોવા મળતાં પ્રાણીઓને નુકસાન ન પહોચાડે.
5.સ્વચ્છતાને પ્રાધાન્ય આપે.
........ચલતે રહેણાં હે....
                                         લેખન: કાંતિલાલ રૂપાભાઈ પરમાર

                                                લખ્યા તા.18/03/2018

Comments