" માફ કરના શીખે ક્યોકિ ઈશ્વર સે ભી હમ યહી ઉમ્મીદ રખતે હે "
માનવીય જીવન માં કેટલાક ગુણ આપો આપ ઉતારી આવતા હોય છે. અવગુણ અગણિત હોવાના લીધે અહી આપણે ફક્ત ગુણ ની જ વાત કરી રહ્યા છીએ.કેટલાક ગુણ એવા હોય છે કે એ જો આપના વિચાર અને વર્તન માં હોય તો આપ આપો આપ મહાન માણસ બની જતા હો છો અને આપના અવગુણ એના વિશાળ પડછાયા માં ઢંકાઈ જતાં હોય છે.
કેટલાક ગુણ એવા હોય છે જે આપણે રંગસૂત્રો
માં થી જ મળતા હોય છે.જ્યારે કેટલાક ગુણ આપણ ને આસપાસના વાતાવરણ માંથી મળતા હોય છે, જે વ્યક્તિનો પ્રભાવ આપણા જીવનમાં હોય એની છાપ પણ આપણા સુધી
પહોચતી હોય છે.
ગઈ કાલે રાત્રે સુવાની તૈયારી માં હતો ,અને એમ થયું ચાલો લાસ્ટ મેસેજ જોઈને લંબાવું ,પણ લાસ્ટ મેસેજ એવો હતો કે એના વિચાર સતત આવતા રહ્યા.મારા મિત્ર ડૉ. ભાવેશભાઈ એ એક લીટી લખીને મોકલાવી હતી જેના પર મારે મારા
વિચાર એક લેખના સ્વરૂપમાં પ્રકટ કરવાના હતા.મુદ્દો એ હતો કે “માફ કારના શિખીએ ક્યોકિ હમ ભી ભગવાન સે યહી ઉમ્મીદ રખતે હે..”
વાત માફ કરવાની હતી,માફ કોને કરવા , ક્યારે કરવા, કેમ કરવા,કેટલી હદ સુધી માફ કરી શકાય,કેવી રીતે માફ કરવા , કોને કોને માફ કરી શકાય, કેવી પરિસ્થિતિમાં માફ કરી શકાય , ઈતિહાસમાં માફ કરવાનાં ઉદાહરણ પણ નજર સામે આવવા લાગ્યા. આવા અનેક વિચાર આવ્યા પછી આ લેખ લખવા માટે બેઠો. બે-ચાર વખત વિચાર આવ્યો કે ચલો ડૉ. સાહેબ થી વાત કરીને પછી લખવા બેસું પણ પોતે એમના મેસેજ માં સ્પષ્ટ સૂચના આપેલી હતી કે આપ આપના વિચારો પ્રકટ કરી શકો છો..... ને
પછી આંગળીઓ ના ટેરવાં અને કમ્પ્યુટર.....(‘ટેરવાં’ યાદ આવ્યા એટલે મારા વિસ્તારની એક ઐતિહાસિક વાર્તા યાદ આવી ગઈ
, એ વાર્તા “ લોક હૈયા ભીનાં –ભીનાં માં કનુ આચાર્ય એ લખેલી
છે.આકાશ વાણી રાજકોટ પરથી એ નાટ્ય સ્વરૂપે પ્રસારિત પણ થઈ ગઈ એ વાર્તા માં પણ માફ કરવાની
વાત જ આવે છે.લોક હૈયા ભીનાં – ભીનાં
એ બનાસકાંઠા ની ઐતિહાસિક લોક કથાઓ છે.)
પરમપિતા પરમાત્માએ આપણને આ સંસારમાં
મૂક્યા , આપણી ઘણી બધી ભૂલો માફ કરી હશે ત્યારે તો આપણને આ માનવ દેહ આપ્યો છે, આપણે પણ આ જગત માં આવ્યા છીએ તો આપણા થી થઈ શકે એવિ નાની નાની ભૂલોને
માફ કરી ને પોતાનું હૃદય વિશાળ બનાવવું જોઈએ. જે નાની નાની ભૂલોને માફ કરી શકે છે એ જ માણસ મોટી ભૂલોને માફ કરીને પોતાની મહાનતા સાબિત કરી શકે છે.
કેટલાક લોકો એવા જ હોય કે એમાંની આંખો ફક્ત લોકો ની ભૂલો જ શોધતી હોય છે. આવા માણસોને ગુસ્સો
બહુ ઝડપી મગજ પર સવાર થઈ જાય છે અને ક્રોધ માં લોકો સામે વાળાને અપમાનિત પણ કરી દેતા હોય છે.કેટલાક લોકોને પૂર્વાનુભવો એવા હોય છે કે એને એના લીધે સામેવાળી
વ્યક્તિ પર ગુસ્સો આવી જાય છે. કેટલાક લોકોને ક્રોધ એટલો ઝડપી આવી જાય છે કે એમાંની
પાસે માફ કરી દેવાનો સમય પણ રહેતો નથી.
ઉદાહરણ તરીકે જોઈએ તો તમારે કોઈ ચોક્કસ
જગ્યા જવા માટે બહુ ઉતાવળ છે અને આપ આનનફાનન ગાડી લઈને ઘરથી બહાર નીકળો છો, એજ સમયે કોઈ રોંગ સાઈડ માંથી બાઇક સવાર ફોન પર વાત કરતો આવી જાય છે અને ત્રણ મહિના માં ઘસાઈ જાય એવી જોરદાર ચિચુયાટા વાળી બ્રેક અને સાથે ગાળ પણ.....
અને આવી જ પરિસ્થિતિ બીજી વાર થઈ જાય... . આપ કોઈ મધુર ગીત વગાડતા વગાડતા
અને ઘરમાંથી સારા સંવાદો સાથે વિદાય લીધી છે અને જાવાની કોઈ ઉતાવળ નથી અને કોઈ બાઇક વાળો કે ગાડી વાળો અચાનક નજીક આવી ગયો ત્યારે આપના ચહેરા પરના મર્માળું હાસ્યે
સામેવાળા ને પણ વિચારમાં મૂકી દે ....મન જેટલું શાંત હોય એટલું સારું, તો જ તમે સામે વાળાને માફ કરી શકો.
વાસ્તવિક રીતે જોવા
જઈએ તો માફ કોને – કોને કરી દેવા જોઈએ....બાળકને હમેશા માફ કરીદેવો જોઈએ. બાળકએ પરમપિતાએ આપેલી અણમોલ ભેટ છે, બાળકને હજી આ નઘરોળ દુનિયાના પૂરા સારા- નરસા અનુભવો હોતા નથી માટે હર હાલતમાં બાળકને માફ કરી
દેવો જોઈએ.
નજીકનાં સ્નેહીઓને અને મિત્રોને પણ નાની
ભૂલો જે તમારા થી માફ થઈ શકે એવી હોય એમાં એમને માફ કરી
દેવા જોઈએ.જ્યારે તમે એમને માફ કરી શકતા નથી તો એ લોકો તમારી જિંદગી માંથી દૂર
થઈ જાય છે અને એક એવો સમય આવે છે કે એમના વગર તમને ખાલીપો લાગે છે.ખાલીપો કોઈ દિવસ જીવનમાં
સાચું સુખ ન આપી શકે.
પોતાની પત્ની ને માફ કરવાની ટેવ રાખવી જોઈએ,તમે એની જ્ગ્યા એ હો ત્યારે તમને કેટલી તકલીફ પડે
એનો વિચાર અને એણે તમારી સેવાઓને ધ્યાને લઈને માફ કરી દેવી જોઈએ. એ પણ વિચાર કરવો જોઈએ કે
હવે આ ઉમરે તમને બીજી કોઈ મળવાની નથી.
પોતાના માતા-પિતાને હરહાલતમાં કે ગમેતેવી
ભૂલો થાય તો પણ માફ કરી દેવા જોઈએ.
જેમને શિક્ષક તરીકેનો વ્યવસાય સ્વીકારેલો
છે એમને બાળકો ને માફ કરવાનો ગુણ ખાસ કેળવવો જોઈએ. શાળાના બાળકો એ દેશ ની સંપતિ છે. તમે ઘેર થી ગુસ્સે થઈને આવ્યા હો અને એ ગુસ્સો બાળકો
પર ઉતારવાનો કોઈ અધિકાર તમને નથી.બાળક સમાજ ની અલગ-અલગ પરિસ્થિતિ માંથી આવતું હોવાથી એના જુદા –જુદા આનુભવો અણે પ્રશ્નો હોવાના શિક્ષકે બાળકોને સાંભળવાની ટેવ
પાડવી જોઈએ.જે માણસ સારી રીતે સાંભળી શકે છેએજ કોઈ પ્રશ્ન નો ઉકેલ લાવી શકે છે। માફક નાં આવે તો શિક્ષક ની નોકરી છોડી દેવી જોઈએ પણ બાળકોને ક્યારેય શારીરિક શિક્ષા ન કરવી જોઈએ.આપણી પાસે ઘણું બધુ જ્ઞાન હોય એના લીધે બાળકના સામાન્ય પ્રશ્ન પર ક્રોધિત ન થાતાં એની સહજતા થી જવાબ આપવો જોઈએ.
જ્યારે તમે એક માણસ તરીકે કોઈ પરિસ્થિતિનો સામનો કરી
રહ્યા છો એ સમય એક એવો મોડ આવે છે કે જો તમે જતું કરો એટલે કે માફ કરો તો એ મુદ્દો અહી જ પૂરો થાય એમ છે પણ તમે તમારી જીદ નાં લીધે માફ નથી કરતાં અને પછી સમય એવો આવે છે કે તમે એ બે મિનિટ ન સાચવો એમાં તમારે
બે-ચાર વર્ષ સુધી કોર્ટ-કચેરીના ધક્કા ખાવા પડે અને ન નામવાનું હોય એને લળી-લળી ને સલામો કરવી પડે. આવી કોઈ ઘટના હોય તો સમયને પારખીને
માફ કરતાં શીખી જવું જોઈએ. દરેક અનુભવ જાતે જ લેવો એવું નથી કેટલાક અનુભવો બીજાઓના આધારે પણ શીખી શકાય છે.
અમે એક વખત ઉના કોડીનાર તાલીમમાં ગયા હતા જ્યાં દીપકભાઈ તેરઈયા આવ્યા હતા એમણે ક્રોધ
માટે એક સરસ ઉદાહરણ આપ્યું હતું કે એક કાચના ગ્લાસને તને હાથથી અડધો કલાક પકડી રાખો
તો ઠીક છે પણ એ જ ગ્લાસ ને તમે બે વર્ષ સુધી પકડી રાખો તો પછી ગ્લાસનું તો કઈ ન થાય પણ તમારો હાથ કાપવો પડે. ક્રોધનું પણ એવું
જ છે જેટલો લાંબો સમય રાખો એટલો એ તમારા માટે નુકસાન કારક છે.એનો એક માત્ર ઉપાય.....માફ
કરવું....... પરમપિતા પરમાત્મા થી પણ આપણે આજ અપેક્ષા
રાખીએ છીએ.
મારી દ્રષ્ટિ એ જ્યારે તમે કોઈ ને માફ કરી
દો છે એ સમયે તમે સામે વાળા વ્યક્તિ કરતાં તમારી જાત પર વધારે ઉપકાર કરો છો.
લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
લખ્યા તા.30/03/2018
સમય :બપોરે 2.36

Comments
Post a Comment