TREE
વાવ-થરાદ વિસ્તારમાં
અનેક પ્રકારની વનસ્પતિઓ થાય એના વિષે બહુ ઓછું ખેડાણ થયેલ છે, કોઈ સારો વનસ્પતિશાસ્ત્રી મળી ગયો
હોત તો માનવજીવનને ઉપયોગી ઔષધીઓ મળી શકે એમ
છે. મારા ગામ હરીપુરા થી ઉત્તર દિશામાં અડધો
કિમી ચાલીએ તો બહુ મોટા પ્રમાણમાં ‘ ધાંનધમાસી’ મળી રહે. થોડા સમય પહેલાખૂબ થાતી હવે થોડી ઓછી થઈ ગઈ છે.
આ ધાંનધમાસી
ચામડીના રોગો માટે બહુ ઉપયોગી. મૂળ સહિત એકાદ
થોડો સુકાયેલો છોડ લાવીને મીડિયમ ગરમ પાણીમાં એને ગરમ કરીને પછી પાણી ને ગાળી લેવું . આ પાણીથી
સ્નાન કરવાથી બહુ ઝડપી ચામડીના રોગો માટી જાય
છે.ખાસ કરીને ચામડી ની ‘એલર્જી’ તરત માટી
જાય છે.
હરીપુરા થી પશ્ચિમ દિશામાં રાબડીપાદર ગામ આવેલું
છે,એના તળાવના કિનારે મોટા પ્રમાણમાં ‘ગોખરુ કાંટી’ થાય છે. આ ગોખરુ કાંટીના બોર જેવા ભાગને
પાણીમાં બે –ચાર વખત
પલાળતાં એનો રસ તૈયાર થાય છે , આ રસ પીવાથી શારીરિક શક્તિમાં વધારો થાય છે.
હરિપુરાના
‘ચરેડા’ માં પુષ્કળ પ્રમાણમાં શંખપુષ્પી થાય છે, એને અહીંની સ્થાનિક ભાષામાં ‘શણી’ કહે છે. આ શણીનાં સફેદ ફૂલને સવાર-સવારમાં બરાબર
ચાવીને ખાવામાં આવે તો યાદશક્તિમાં વધારો થાય છે.
આજથી
ચાલીસેક વર્ષ પહેલાં મારા પિતાજીને જમણા પગના પંજા ના ઉપરના ભાગે કઇંક લાગી ગયેલું, ઘણી બધી
દવાઓ કરાવવા છતાં એ મટતું ન હતું. એ સમયે મારા
મામા એમના ગાડા પર બેસાડીને ઉમેદપુરા લઈ ગયેલા અહી ઇસરા બાપુના ઘેર પંદર દિવસ રહીને
એ ઘા ઉપર વનસ્પતિ ના લેપ લગાવીને એ મટાડેલો.
એ દિવસોમાં સબંધીઓના ઘેર આટલો લાંબો સમય રહી શકાતું, અને એટલા
જ પ્રેમ ભાવ થી સેવા થાતી. સવાર-સાંજ આસપાસ વાળા બધા સાથે બેસીને પરસ કરતા. પરસ કરવી
એટલે કોઈ ખાસ મુદ્દા વગર અલક-મલકની આનંદદાયક વાતો કરવી.
એ સમયે
શરીરના કોઈ ભાગ પર ઘા પડી જાય તો દેશીબાવળ
ની છાલ સુકવવામાં આવતી. સુકાયા પછી આ ચાલ આછો લાલ રંગ ધારણ કરતી. પછી નવસેકા પાણી અને
એ છાલ થી ઘાને સવાર-સાંજ સાફ કરવામાં આવતો
. આવી રીતે સાફ કરવાથી થોડા દિવસમાં ઘા માટી
જાતો.
એ દિવસોમાં
લોકો ખાસ કરી સાબુ વાપરતા નહીં, પૈસા ન હતા, દુકાન
નહીં , વરતારો ન હતો, આવાં ઘણાં કારણો હતાં.
સાબુના બદલે નાવા કે માધર પાટના અઢીવટા ધોવા માટે ‘ખરેટી’ નાં કાચી કેરી જેવા ફળ આવતાં. એનો
ઉપયોગ થાતો.
અહીના ચરેડામાં બહુફળી નામની વનસ્પતિ થાય
છે એનાં બી ને દૂધમાં નાખીને પીવામાં આવેતો પુરુષત્વ માં વધારો થાય છે.
જય જગત
લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
21 જૂન 2018
વિશ્વ યોગ દિવસ

Vah desi upchar
ReplyDeleteજી આભાર, આપનું નામ મળ્યું હોત તો વધારે પસંદ આવ્યું હોત
DeleteKhub saras mahiti
ReplyDeleteજી,
Delete