sangit
મારી દ્રષ્ટિએ જીવનની ઘણી બધી મધૂર ક્ષણો હોય એમાં મનગમતા માહોલમાં
મન ગમતું સંગીત સંભાળવું એ સૌથી શ્રેષ્ઠ મધૂર ક્ષણ હોય છે. સંગીતનો ઉદ્ભવ ક્યારે થયો
હશે એ બાબતમાં કોઈ ચોક્કસ ખ્યાલ બાંધી ન શકાય પણ એટલું જરૂર કહી શકાય કે જ્યારે મનની
અંદર આનંદની છોળો ઉછાળવા લાગી હશે ત્યારે જ
સૌ પ્રથમ સંગીતનો ઉદ્ભવ થયો હશે.
અત્યારે તો યુ-ટ્યુબ નો જમાનો આવી જવાથી
આંગળીના ટેરવે આપ ઈચ્છો એ સંગીત થોડી જ વારમાં સાંભળી શકો છો....[ ટેરવાં યાદ આવ્યાં
એટેલે આપણે કહી દઉં કે અમારાં વાવ તાલુકાની ટેરવાં એક ઐતિહાસિક ઘટના છે.એ સોઈગામ સાથે જોડાયેલી છે. હવે તો તાલુકો અલગ થઈ ગયો પણ એ
વાવ જ કહેવાય.કનુ ભાઈ આચાર્ય ની બુક “લોક હૈયાં ભીનાં-ભીનાં” વાંચવી પડે॰ ]
હમણાં ગઈ કાલે મે પાલનપુરના મીરાં
દરવાજાનો ફોટો ફેસબુક પર શેર કર્યો તો મારા
એક મિત્રે મને પાલનપુર દર્શનની જેમ દાહોદ દર્શન માટે આવવાનું આમંત્રણ આપ્યું. મિત્રને મારે યાદ અપાવવાનું
છે કે દાહોદે હિંદુસ્તાનને એક એવો મુઘલ બાદશાહ
આપ્યો હતો કે જેના રાજ્યમાં કોઈ સંગીતનો રાગડો
પણ તાણી ન શકતું ... એ હતો ‘ઔરંગઝેબ’
મારા અને મારા બાળકોના સંગીતના શોખ અલગ-અલગ
છે. હું ખાસ કરીને રાજસ્થાની સંગીત વગાડુ છું, જ્યારે
હજી 12 વર્ષ પૂરા કરવા વાળા મારા પુત્રો અને દીકરીઓ ‘જસ્ટિન બીબર’ ને વધારે પસંદ કરે છે. મુરા લાલા
થી કરીને આસામી ભાષામાં ગવાતા ગીત હું મારી ફોન લાઈબ્રેરી માં રાખું છું.હિમાચલી અને
હરિયાણાવી ગીતો પણ મને બહુ ગમે.શોભા મૃદુગલને ઘણાં વર્ષો પહેલાં રેડિયો પર વરસતા વરસાદમાં
સાંભળયાનું યાદ....સજન મજબૂરીયા હે રહિયો કે જઇયો.....રાત.. અંધારી....મુરા લાલા ના
કચ્છી , મારવાડી, સિંધી ગીતો –ભજનો સાંભળું
એટલે મને કાજાભાઈ પંડ્યા જરૂર યાદ આવી જાય
કાજાભાઈ મારા ગામની બાજુના વાતની છે છેલ્લા ચાલીસ વર્ષો થી સત્સંગ અને ભજનો લોકોના
ઘેરે જાઈને કરે છે, જો એમેને મુરાલાલા ની જેવુ કોઈ જોડીદાર મળી
ગયું હોત તો તેઓ પણ છેક અમેરિકા સુધી પહોચી
શક્યા હોત .
એક શિક્ષક તરીકે કહી દઉં કે જ્યારે કવિતા વર્ગ માં ચાલી એ જ કવિતા સાંજે
પાંચ વાગ્યે ગામની શેરીઓ માં બાળક લય સાથે ગાતો જાય એ એક મોટી ઉપલબ્ધિ છે.
આપના જીવનમાં પણ લયબંધ સંગીત ગુંજતું રહે એવી
શુભેચ્છાઓ સાથે.... જાય જગત...
લેખન : કાંતિલાલ રૂપાભાઈ પરમાર
૯ મી જુલાઇ ૨૦૧૮

Comments
Post a Comment