કેમ છો , મિત્રો... બ્લોગના
માધ્યમથી ફરી આપ સૌ ને નમસ્કાર.
લોકભોગ્ય
વિચારોની વાત આજકાલ આપણે બધા કરી રહ્યા છીએ. વિચારો દરેકને આવતા હોય છે , સતત આવતા રહેતા હોય છે. આપણે આવતા
વિચારો આપના વર્તન માટે સૌથી વધુ જવાબદાર હોય છે. જેવા વિચારો એવું વર્તન....જે બાબતનો
તમે ક્યારેય વિચારા જ નથી ક્કરયો એવું વર્તન આપ ક્યારેય કરી જ ના શકો.
૧૯૮૭ ના
વર્ષમાં હરિસિંહજી ચાવડા સાહેબે લોકનિકેતન રતનપુર માં ‘ગાંધી મેળો’ રાખેલો.અમે બધા લોકનિકેતનમાં અભ્યાસ કરનારા
એક જગ્યાએ ભેગા થયેલા. મારા માટે રતનપુર આવવાનો
આ બીજો પ્રસંગ હતો , પ્રથમ વખત હું ધોરણ ૮ ના પ્રવેશ માટે આવેલો
. લોકનિકેતનની દિવાલો સુવાક્યોથી સુશોભિત થયેલી ... જોઈ. જેમાનાં કેટલાક સુવાક્યો
આજે પણ દિલ પર કોતરાયેલાં પડ્યાં છે.
મને
ગમેના યુધ્ધને આંધી , મને ગમે છે બુધ્ધને ગાંધી.
જેવા
વિચારો કરો , એવા તમે થવાના દિલના વિચારો નક્કી જીવન બની
જવાના...................
By .. કાંતિલાલ રૂપાભાઈ પરમાર

Comments
Post a Comment