lothal
લોથલ
જેવા વિચારો આવે એવું વર્તન થઈ જાય છે, બસ એવો જ બનાવ બન્યો. હમણાંથી પૂર્વજો બાબતમાં આપણે વિચારી એ છીએ અને આ
બ્લોગમાં મહત્તમ એની જ વાતો કરી છીએ.
પૂર્વજોને સલામ કરવાની ગુજરાતમાં આવેલી જગ્યાઓમાં સૌથી પહેલું નામ મારી દ્રષ્ટિએ
‘લોથલ’ નું આવે. આપના રાજ્યમાં લોથલ સિવાય રંગપુર , રોજડી, કાનમેર , ધોળાવીરા વગેરે આગળ પડતાં નામ છે. આ સિવાય ગુજરાતમાં એવાં અનેક ગામ છે કે જેમાં
પ્રાચીન સમયમાં આપણે પ્રવેશ કરી શકીએ. આવાં સ્થળોને ઉજાગર કરવાનાં બાકી છે. આપના ધ્યાનમાં
આવું કોઈ સ્થળ હોય તો એને પ્રકાશમાં લાવવાનો પ્રયાસ કરજો.
આપણા વાવ તાલુકામાં ઘણા ગામ એવાં છે કે જ્યાં પ્રાચીન વાવ-કૂવા આવેલા છે , એનો ઇતિહાસ ફંફોળવાની ખાસ જરૂર છે.હમણા
ઉનાળુ વેકેસનમાં મારા ગામની બાજુમાં આવેલા ઉમેદપુરા માં ગયો હતો, ત્યાં વાતમાંથી વાત નીકળી કે અહીં બાજુમાં એક પાળિયો આવેલો છે. જેનું નામ " ઢોલી પાળિયો
" છે. આ સ્થાનિકોની સાથે ની વાતમાં જાણવા મળ્યું કે આ પાળિયો છ ફૂટ કરતાં વધારે ઊંચો હતો. જ્યારે હું તેને રૂબરૂ
જોવા ગયો તો તે મને ફક્ત ચાર આંગળ જ જમીનથી બહાર દેખાયો. એનું કારણ એ હતું કે પશ્ચિમ દિશામાંથી ઉનાળામાં ફૂકાતો
પવન પાળીયા પાસે રેતી લાવતો હતો, આ રેતીના લીધે એ બૂરાતો ગયો
આ ઉમેદપુરામાં 'ઢોલી તળાવ' અને 'ઢોલી ગોચર ' પણ આવેલું છે.
અચ્છા તો ચાલો ફરીથી લોથલ તરફ.... આજથી ત્રેસઠ વર્ષ પહેલાં એક સારા ઇતિહાસ વિદ ની એના પર નજર પડી ગઈ અને લોથલ વિશ્વ- પ્રસિદ્ધ બની
ગયું. આવું દુનિયામાં ઘણું બધુ હોય છે પણ કોની- ક્યારે નજર કોના પર પડે છે એ જ મહત્વનું હોય છે.
આપની પણ સુંદર નજર કોઈ સારી ચીજ પર પડી જાય અને જો એ નજરમાં અમી હોય તો એ વસ્તુ
પણ વિશ્વ પ્રસિદ્ધ બની શકે છે. એક સામાન્ય માણસ અને ઝવેરીને બંને ને આંખો તો હોય જ છે, પણ હીરા તો ઝવેરી જ શોધી શકે છે.
લોથલ એક ઈતિહાસકાર માટે તો પ્રેમિકાનું ઘર જ છે. મારા વાચક મિત્રોને વિનંતી
છે કે જ્યારે પણ સમય મળે ત્યારે અચૂક એની મુલાકાત
લો. એને તમારી નજર થી જોવાની -જાણવાની અને માણવાની કોશિશ કરો.
મે લોથલ જોયા પછી કેટલીક વાતો પાકકી થઈ જેમકે આ પ્રજાએ પાણી ની શક્તિને સારી રીતે જાણી હતી, પાણીનો સદ્પ્યોગ કરી જાણ્યો હતો.પાણીના
નિકાલની સારી આવડત હતી. હાથનાં આંગળાનો ખૂબ ઉપયોગ કરતાં હશે ત્યારે તો એમના બનાવેલા
મણકા છેક ઇરાનમાં વેચાતા હતા. આપણો ઈરાન સાથેનો વેપાર ૩૫૦૦ કરતાં વધારે વર્ષ પુરાણો છે ને અમેરિકા વાળા આજે આપણને એમ કહે છે કે તમે ઈરાન
સાથે વેપાર બંધ કરો.....
ઈંટો પાડવાનું જ્ઞાન સારું હતું એમ કહી શકાયાએ હજી સહિસલામત આપણે જોઈ શકીએ છીએ. કોઈ પણ પ્રકારના માપમાં તેઓ ખૂબ
ચોક્કસ જોવા મળ્યા, જેમાં રસ્તાના કાટખૂણા હોય કે પછી હલકી કે ભારે વસ્તુઓને તોલવાની
હોય.સૌથી મોટો ઉદ્યોગ મણકા બનાવવાનો હતો, એ આપણે અવશેષો પરથી કહી શકીએ છીએ. શરૂઆતમાં
લોકો એકલ- દોકલ કામ કરતાં હતા પણ સમય જતાં તેઓ સમૂહમાં કામ કરતાં હોય એમ જોવા મળે છે.એમના
રહેવાના નકશા પરથી મને લાગે છે કે ત્યારે જાતિવાદ નહીં હોય. સમૂહ ભાવના સારી હશે. ધાતુઓ
અંગે નું જ્ઞાન પણ ઉડીને આંખે વળગે એવું છે.
આટલું બધુ જોયા પછી અમે વિચારે ચડી ગયા કે આટલી વિકસિત પ્રજાનો નાશ કેમ થઈ ગયો.ઈતિહાસમાંથી
કોઈ શિખામણ જ ના લઈએ તો તમારું બધુ જ જ્ઞાન નિરથક છે એમ જાણવું. ઇતિહાસ તો ડંકાની ચોટ
પર તમને અને મને શીખવાડવા માટે બેઠો છે ................ આપણી તૈયારી કેટલી??
લેખન : કાંતિલાલ રૂપાભાઈ પરમાર
હેપી દાકતર દિવસ ................

Comments
Post a Comment