dr.shankarlal
સેવા જેમના હૈયે
વસી છે એવા ડો.શંકરલાલ
લેખન :કાંતિલાલ હેમાણી
ડો.શંકરલાલ
સાહેબ એટલે સતત દર્દીઓની ખેવના કરનાર અને દર્દમાંથી રાહત આપનાર.તેઓ જે દિવસ ટડાવ
આરોગ્ય કેન્દ્રમાં ન હોય તો એકલ દોકલ માણસ સિવાય કોઈ જોવા ના મળે પણ જો ડોકટર સાહેબ હાજર
હોય તો સાડા ત્રણ સુધી એમને જમવાનો સમય નાં મળતો, એટલા બધા દર્દીઓ
એમની રાહ જોઇને ઉભા રહેતા
ડો.શંકરલાલ સાહેબ
૧૯૯૧ માં ટડાવ ખાતે મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે હાજર થયા , નવી
બનેલી બિલ્ડીંગ માં નવા દાકતર. પાતળા બાંધાનું શરીર, નવા ઈસ્ત્રી ટાઈટ કપડાં. ત્રણેક
વર્ષના ગાળામાં ટડાવની આસપાસનાં બધા ગામના લોકોને એમની ખાસિયત સાથે જાણતા થઇ
ગયેલા.
જ્યારે પણ દર્દી
સારવાર માટે આવે ત્યારે વાત-વાત માં એની પૂરી હકિકત જાણી લે , સાથે –સાથે મજાક પણ
કરી લે કે ‘ચારેક દિવસ પહેલાં તો માપ વગર
નો ઝભ્ભો પહેરીને ફરતા હતા’ સાહેબ આવી રીતે સતત માણસો ની આવન –જાવન અને એમની
વર્તણુક પર નજર રાખતા એમ કહીએ તો ચાલે.
આસપાસના ગામડામાંથી અડધી રાત્રે દરવાજો ખખડાવી એ
તો જરા પણ મુડ બગાડ્યા વગર એ જ સ્મિત સાથે
બહાર આવવાનું નાઈટ ડ્રેસ જે લગભગ હમેશાં
વાઈટ કલરનો રહેતો, ડાબા હાથમાં નાનકડી હાથ બત્તી લઈને એમની ઓફીસ ખોલીને દવા કરવાની. પછી કોઈ મારા જેવા
ગયા હોઈએ દર્દીની સાથે તો પાછી પરસ પણ
કરવાની, જતી વખતે કહીએ કે
સાહેબ હવે સુઈ જાઓ તો કહે નહિ હવે થોડીવાર
બેસું કદાચ આડો પડીશ ને પાછું કોઈક આવી
જાશે.!ઘણીવાર આખી રાતના ઉજાગરા થઇ જતા.
દાકતર સાહેબ અહી
હમેશાં અજાતશત્રુ રહ્યા. ‘એ ભલા અને એમનું કામ ભલું’. ૧૯૯૬ થી કરીને ૨૦૦૭ સુધી હું
એમના આરોગ્યધામની બાજુમાં રહ્યો... ટડાવ પ્રાથમિક શાળામાં. એ સમયનો એક રમુજી બનાવ
આપને યાદ કરાવું.સાહેબ દરેક વ્યક્તિ પાસે ખુલીને મજાક ન કરતા પણ એમના mbbs નાં સમયના બનાવો અને અનુભવોનું વર્ણન
કરતા ત્યારે હસી-હસીને લોટ પોટ થઇ જવાતું.
દાકતરી વિદ્યા ખુબ ધ્યાન અને જ્ઞાન માગી લેતી
હોય છે, એમાંય એકાગ્રતાના હોય તો તમે આ કોલેજ કદાચ પૂર્ણ પણ ના કરી શકો.
ચાલો એક સરસ અને
રમુજી ઘટના અહી નોધી લઉં.
૧૯૯૬ હોય કે કદાચ
૧૯૯૮ , સાલ ચોક્કસ યાદ નથી પણ આખી ઘટના
ચોક્કસ યાદ છે. એ દિવસે સવારની શાળા હતી,
ગુલાબી આછી ઠંડી, સવારમાં હું મારા ધોરણ છના બાળકો સાથે વર્ગમાં હતો, એ સમય મારી
નજર સતત બહાર વિટામીન ડી લેવાના વેતમાં બહાર ખુલ્લામાં બેઠેલા દસરથ ભાઈ પટેલ પર
પડી. હું સતત એ જોઈ રહ્યો હતો કે તેઓ શું કરે છે, થોડા
સમયમાં એક વિધાર્થી એમની ખુરશી નજીક ગયો
અને અદબ વાળીને ઉભો રહ્યો. દસરથ ભાઈએ એમની કાયમી ટેવ મુજબ ડાબા હાથે ચશ્માં થોડાં
આઘા-પાછા કરીને બે વાર બાળક સામે જોયું,
એમની વચ્ચે શું સંવાદ થયો એ હું સાંભળી શકતો ન હતો કારણ કે એ લોકો મારાથી અંદાજીત
દોઢ સો મીટર દુર હતા.
થોડીવારમાં બાળક
દસરથભાઈ પાસેથી પરત આવી ગયો અને દસરથભાઈ ઉતાવળમાં દવાખાને ચાલ્યા ગયા. મેં આગળ આપને
બતાવ્યું એ પ્રમાણે દવાખાનું અમારી શાળાની બિલકુલ બાજુમાં જ હતું. ત્યાં ડો.
શંકરલાલ સાહેબ દર્દીઓની સારવાર કરી રહ્યા હતા, દસરથ ભાઈ પહોચ્યા ત્યારે દરરોજની
પરિસ્થિતિ મુજબ ભારી ભીડ હતી.
પંદર-વીસ મિનીટ
રાહ જોયા પછી ડો. શંકરલાલ સાહેબની દસરથ
ભાઈ પર નજર પડી, અરે ! આવો માસ્તર , કેમ આવવું પડ્યું ?
એક દર્દી
ડોકટર સાહેબની જમણી બાજુ રાખેલા સ્ટુલ પર બેઠું હતું. સામેની પાટલી પર એક
મહિલા દર્દીને સુવાડીને નર્સ સાહેબની સલાહ
મુજબ સૂચનો આપી રહી હતી, કેટલાક ઉતાવળિયા દર્દીઓ બારી એથી જોઈ રહ્યા હતા કે અમારો
વારો ક્યારે આવે ?
કેટલાક દર્દીઓ
છૂપો અણગમો કરી રહ્યા હતા કે આ માસ્તર પણ અચાનક વચ્ચે કયાં આવી ગયો ? નહીતર મારી
દવા ઝડપી થઇ ગઈ હોત અને હું વહેલો ઘેર ગયો હોત.
પાછો ડોકટર સાહેબ
અને દસરથ ભાઈ વચ્ચે સંવાદ ચાલુ થયો. જેમ
દસરથ ભાઈને ડોક્ટર સાહેબેના સવાલ પર સવાલ
થયો એમ જ : પણ સાહેબ તમે મને બોલાવ્યો છે ને ? હવે બંને જણ એક બીજાના ચહેરા પર
જોવા લાગ્યા.
થોડીવાર પછી ડોકટર સાહેબ બોલ્યા : માસ્તર આજે તો એપ્રિલ મહિનાની પહેલી તારીખ છે .
હાસ્યની છોળો સાથે બંને મિત્રો છુટા પડ્યા.
આ બધી ઘટનાને
શાળાની દીવાલ પાસે ઉભા રહીને હું , મોહનલાલ અને નટવર જી જોઈ રહ્યા હતા, જેવા દસરથ
ભાઈ શાળામાં પરત આવ્યા એટલે અમને ત્રણેય મિત્રો ને સાથે જોઇને સમજી ગયા કે એપ્રિલ ફૂલ બનાવનારા આ જ લોકો હતા.
એ દિવસની રીષેશની ચા એપ્રિલ ફૂલના નામે રહી.
મારા પૂજ્ય પિતાશ્રી ની તબિયત છેલ્લા દિવસો માં
નાજુક રહેતી હતી ત્યારે ડો.શંકરલાલ સાહેબ હરીપુરા છેક ઘેર આવીને ખુબ સેવા
કરેલી,આવી સેવા આસપાસના દરેક ગામમાં લોકોને મળી રહેલી.
ડો. શંકરલાલ
સાહેબ પાસે શરદ ઠાકરના જેવી અનેક કહાનીઓ પડી છે એને ફક્ત શબ્દોમાં ઢાળવાની છે, સમય
મળ્યે એ કામ પણ જરૂર થાશે.ડો.શંકરલાલ સાહેબ આજે પણ એમના પુત્ર ડો. રાહુલભાઈ સાથે “જનતા
હોસ્પિટલ” થરાદ ખાતે સેવા આપીને લોક હૃદયમાં પોતાનું સ્થાન જાળવી રહ્યા છે.સાહેબની
પ્રગતિ થાય અને એમની તબિયત સારી રહે એવી શુભેચ્છાઓ સાથે ..જય હિન્દ.. જય ભારત.. જય
ભીમ ..
લેખ:કાંતિલાલ
રૂપાભાઇ પરમાર
તા.૦૯/૦૧/૨૦૨૨
રવિવાર
રાત્રે ૧૧.૦૦
વાગ્યે

સરસ. રસપ્રદ અનુભવો નું સંકલન
ReplyDeleteખૂબ જ સુંદર રજુઆત! સાહેબના દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના💐
ReplyDeleteInspiring.....
ReplyDeleteવાહ..સંવેદનશીલ સાહેબ....નમન
ReplyDeleteजय हो खूब सरस
ReplyDeleteડૉ.પરમાર સાહેબ ની જનતા એ કદર કરી સન્માન કરવામાં આવ્યું તે બદલ આયોજકો ને ખુબ ખુબ અભિનંદન.હેમાણી સાહેબ તમે લેખક તરીકે આ લેખ લખી સત્ય ઉજાગર કરવા બદલ ધન્યવાદ
ReplyDeleteKhub sundor
ReplyDeleteખુબ સરસ અનુભવ, સાહેબ ની સેવા ને સલામ
ReplyDeleteસારા કર્મો ની નોંધ લેવાય જ છે કદાચ વેલા મોડું થાય ...સાહેબ એ સમય મો ખૂબ સારી સેવા આપી ત્યારે આજે વટ વૃક્ષ બન્યું છે
ReplyDeleteપણ કોઈ પણ ને મહાન લેખક બનાવે છે જ્યારે એમની સેવા ની વાત બધા લોકો સુધી પોહચે અતિ સુંદર કાકા
સાહેબ જેટલા વર્ષ tadav માં રહિયા એટલા દિવસ સાહેબ jayre હોસ્પિટલ હોતા ત્યારે આપણે કોઈ પણ દર્દી ને layi ને જતા ત્યારે દર્દી ખુદ સાહેબ ને જોઈ ને સજા થયા જતા....અને આજ કોરોના છે એ સમય ચિકનગુનિયા જેવ રોગ માં સાહેબ ખૂબ મહેનત કરી હતી એ પણ અમારા અનુભવ છે .....🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteવાહ સાહેબ...
ReplyDeleteસુંદર...👌
ડૉ સાહેબ ની ખરેખર સુંદર કામગીરી હતી
ReplyDeleteસરસ સત્ય ઘટના નુ વર્ણન કરેલ છે આ વાતો પરીવારના વડીલો પાસે સોભળીયે છીએ ત્યારે તેમની તકલીફો યાદ કરીને તેમની આંખ માં પાણી આવી જાય તે જોતા તે સમયના વાવની ધરતીના માનવીને ધન્યવાદ કહેવાય છતો હિંમત ના હારતા
ReplyDeleteખૂબ સરસ વ્યક્તિત્વ છે સાહેબશ્રીનું
ReplyDelete