નમસ્કાર મિત્રો જય ભીમ આજે મહામાનવ ડો. બાબા સાહેબ આંબેડકર જી ની પુણ્ય તિથિ. આજે છે છઠ્ઠી ડીસેમ્બર 6 ડિસેમ્બર એટલે ગળામાંથી નહીં પણ નાભિ માંથી જય ભીમ બોલવાનો સમય. , શું છે જય ભીમ. જય ભીમ તમારામાં ખુમારી આપે છે, જય ભીમ તમને સામાજિક કુરિવાજો સામે લડતા શીખવાડે છે. સામાજિક બદીઓ ને ઉખેડી ફેંકવાની ક્ષમતા આપે છે. સમાજીક કુરીવાજ કે જે તમારા પગમાં બેડી થઈ ગઈ છે જે તમને પ્રગતિ નથી કરવા દેતી એ બેડીઓ ને તોડી ને સફળતાના માર્ગ ઉપર આગળ અડધી કરવા માટે આપને હંમેશા નવો રસ્તો બતાવતો રહેશે. આમ તો વર્ષના 365 દિવસ વિશિષ્ટ જ છે દરેક દિવસ નું પોતાનું એક અનેરૂ સ્થાન છે. દરેક દિવસ વર્ષનો એક મજબૂત પીલર અને પોતોનો સ્વતંત્ર ઈતિહાસ લઈને ઊભો છે ઈતિહાસમાં ૬ ઠ્ઠી ડિસેમ્બર એટલે એક ઝળહળતા સિતારા એ આ ભવ્ય દુનિયામાંથી વિદાય લીધી એ એમનો વિદાય દિવસ. ૬ ઠ્ઠી ડિસેમ્બર એટલે મહા માનવ ધર્મના ગ્યાતા શિક્ષણની જ્યોત જલાવી ને વિદેશમાં પણ ઉચ્ચ અભ્યાસ કરનાર. લોકોના દુઃખને પોતાની સંવેદના સમજનાર. ડોક્ટર બાબાસાહેબ ભીમ રાવ આંબેડકર જીનો નિર્વાણ દિન .આ દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દુનિયા છોડી દીધી. આ જગતમાં જે કોઈ આવે છે એ પોતાનો સમય પૂરો થાય એટલે સંસાર છોડી દે છે પણ જે લોકો સંસારમાં આવ્યા છે અને આવીને પળે પળનો સદુપયોગ કરે છે એ લોકો જ પોતાની નામના મૂકી જાય છે, પોતાના માટે તો બધાએ કમાય છે. પોતાના સંતાનો માટે તો બધાએ કમાય છે .કેટલાક લોકો પોતાના છાપરા બનાવે છે અને કેટલાક લોકો જેસલમેરના જેવી ભવ્ય હવેલી છોડી જાય છે. પણ નામના એવા લોકોની જ રહી જાય છે કે જે લોકો દુખીયા અને ગરીબોનો આંસુ લૂછી જાય છે એમને આ દુનિયા હંમેશાં યાદ રાખે છે. તો બાબાસાહેબ ભીમ રાવ આંબેડકર એ મહાન હસ્તી કે જેમણે ભારતના કરોડ શોષિત લોકોને શોષણની સાંકળમાંથી મુક્તિ અપાવી, મુક્તિ કેવી હતી કે શોષીત લોકોને સમાનતાનો અધિકાર આપ્યો. શિક્ષણનો અધિકાર આપવો, પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર આપવો, ધર્મ સ્વાતંત્ર્ય અધિકાર આપ્યો. વાણી સ્વાતંત્ર્યનો અધિકાર આપ્યો, આ વિશાળ દેશમાં હરવા-ફરવા અને ધંધા રોજગાર માટે ખુલ્લો કરી મુક્યો .સદીઓથી ગુલામીમાં સબડતા પ્રજાને રાજાના જેવો અહેસાસ કરાવ્યો. આવા આ પવિત્ર દિવસે આપણે સૌ બાબાસાહેબ આંબેડકરને નમન કરીએ છીએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને શૈક્ષણિક રીતે પ્રગતિ કરવા માટે સતત સહકાર આપનાર વડોદરાના મહારાવ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ સાહેબની કેમ ભૂલી શકાય ?? એમને સામાજિક કાર્યો પૂરા કરવા માટે છત્રપતિ શાહુજી મહારાજ ને આપણે કેમ ભૂલી શકીએ?? કોલ્હાપુરની ગલીઓ અને વડોદરાની એ ભવ્ય ઇમારતો આ શુભ કાર્યની સાક્ષી પૂરતી આજે પણ ઉભી છે .એ મહામાનવો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને પ્રગતિ કરવા માટે એક વિશાળ રાજપથ ખુલ્લો કરી આપ્યું .આજની પેઢીએ આ મહામાનવ ના રસ્તે ચાલવું જોઈએ સામાજિક રીતે પાછળ રહી ગયેલા લોકોને હાથની આંગળી પકડી અને સાથે રાખવા જોઈએ દેશની મજબૂતાઈ ત્યારે જ વધશે કે આપણા દેશના નાગરિકો ખભેથી ખભો મીલાવીને દેશની પ્રગતિ માટે પ્રેમ થી મહેનતથી સાથ-સહકારથી આગળ વધશે અત્યારે વિશ્વ સાવ નાનકડું થતું જાય છે આપણે સૌ સાથે મળી ભારતીય નાગરિકો આપણા દેશની લોકશાહીને મજબુત બનાવીએ આપણા દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આવતા સમય માટે આપણા દેશનું રળિયામણું ચિત્ર પોતાના મગજમાં રજૂ કર્યું છે એ ચિત્ર એમણે બંધારણમાં સાકાર થાય એટલા માટે મુક્યું છે .આપણા દેશના સંવિધાનને સરસ પાલન કરે એવી મજબૂત લોકશાહી અત્યારે આપણા દેશમાંછે. લોકશાહીને ટકાવી રાખવી એ આપણા સૌની ફરજ, લોકશાહી એ અત્યાર ની શ્રેષ્ઠ શાસન પદ્ધતિ છે.દરેક લોકો જાગૃત બને અને બીજાના વિચારોને સમજતો થાય, એક બીજાનું માન સન્માન જાળવે એ લોકશાહી માટે અતિ આવશ્યક વસ્તુઓ માં નું એક છે.આપણા વિરોધી ઓના વિચારોને પણ આપણે સમજી હું જ્યારે જ્યારે હરીપુરા થી tadav વાંકાચૂકા રસ્તા ચાલુ છે ત્યારે પણ આ પ્રગતિ ની કલ્પના કરવા વાળા મને ક્યારેય ભૂલતો નથી. આંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો તાલુકાના મુખ્ય મથક સુધી આવે છે પોતાના વિચારો રજૂ કરે છે ,પોતાની સમસ્યાઓ રજૂ કરે છે એમની સમસ્યાઓ ને સાંભળવા વાળા આપણા તાલુકાના દરેક ગામમાંથી આવતા લોકો જે પોતાની સમસ્યાઓ તાલુકા પંચાયતમાં કે મામલતદાર કચેરીમાં રજૂ કરી શકે છે અને યોગ્ય ઉકેલ પણ આવે છે આ લોકશાહી ની તાકાતને મજબૂત બનાવવા માટે નાગરિકોએ પોતાના અધિકારો માટે જાગૃત થવું પડશે અને પોતાનું ફરજોનું પાલન ગમે તેવી પરિસ્થિતિમાં પણ સતત કરતા રહેવું જોઈએ, જે પ્રજા ફરજો નું પાલન કરતી નથી એને પોતાના અધિકારો ભોગવવા નો કોઈ હક નથી. કોઈ રસ્તો એક બનતો હોય અને એ રસ્તામાં જ ભ્રષ્ટાચાર થાય તો એ રસ્તાનું જે મુખ્ય કોન્ટ્રાકટર હોય એનો એક સંતાન વિદેશ ભણી શકે છે જો એ રસ્તો કોઈનાના ગામડા માટે તૈયાર થાય તો એ ગામડાંમાંથી પગે ચાલીને કે ગાડી દ્વારા આવીને તાલુકા કે જીલ્લા ના મથકે કે સારા સ્થળે શિક્ષણ મેળવી શકે છે. એટલે ભ્રષ્ટાચાર વિહીન સમાજની રચના કરવી એ અતિ આવશ્યકછે.. જય ભીમ જય ભારત India frist.. લેખન.. કાંતિલાલ હેમા
Popular Posts
- Get link
- X
- Other Apps

તમારા વિચારો અને લેખન શક્તિ સરસ છે
ReplyDeleteGood job sir
Delete