સંગીત.

 

સંગીત ...ત્રીજી દુનિયા ચોથી મનોદશા

                                  -કાંતિલાલ હેમાણી

મારું ગામ હરીપુરા,નાનું પણ મજાનું. જો મેં મારી અટક મતલબ કે સરનેમ જો હેમાણી ન રાખી હોત તો નક્કી હીરપરીયા રાખી હોત. એવું મારું ગામ  અનેક દ્રષ્ટિકોણથી પ્રિય છે. એમાનું શ્રેષ્ઠ કારણ મને સંગીત પ્રિય બનાવ્યો.

.      હું જ્યારે અંદાજે સાત કે આઠ વર્ષનો હોઈશ એ સમયથી મારા ગામમાં શિકારપુર –રાજસ્થાનથી એક ભજન મંડળી હર સાલ ગામમાં આવતી. લગભગ ભાદરવો મહિનો હોય .ધીમી ધીમી એટલે કે ગુલાબી ઠંડીની  શરૂઆત થઇ હોય, બપોરના સમયથી ખબર પડી જાય કે આજે ગામમાં ભજન ગાયકો પોતાના રસાલા સાથે આવી ગયા છે એટલે એના દિવસે રાત્રી ભોજન વહેલું થઇ જાય, ભોજનમાં સામાન્ય રીતે  ભેંસની છાશમાંથી ખાંડીને બનાવેલી ઘેંસ હોય. આ ઘેંસ બાર યા ચોવીસ કલાક પછી ખાવામાં આવે તો પણ તાજી કરતાં વિશેષ સ્વાદ હોય. બપોર પછીનો ચાર વાગ્યા નો સમય હોય જેને અમે છીચડા[ખીચડા ] ટાણું કહેતા એ સમયે નવી આવેલી સ્ત્રીએ આંગણાની વચ્ચે રહેલા ખાન્ડાણીયામાં  મધુર ગીત ગાતાં-ગાતાં ઘેંસ ને ખાંડી હોય એ   ઘેંસ સ્વાદિષ્ટ કેમ નાં બને?

આવું ભોજન કરીને  મોટો ધાબળો ઓઢીને બધા પહોચીએ  ગામમાં ..! દર સાલ ભજન વાઘાજી સોનાજી ના ઢાળિયામાં હોય.ઢાળિયું એટલે  મહેમાનો માટે બેસવાની ખાસ વ્યવસ્થા વાળું મકાન.આજનો દીવાન ખંડ.

શિકારપુરાથી આવેલી ભજન મંડળીનો એક  સભ્ય પેટ્રોમેક્ષ જલાવવાનો પ્રયાસ કરતો હોય એ સમયે  તબલચીઓ પોતાનાં તબલાપર તાલ લાવવા માટે  નાની સોનીના જેવી હથોડીઓ થી તબલાને સમજાવતા હોય એ રીતે  ધીરે- ધીરે રાઈવાઈ કરતા હોય. એ સમયે ગામના બધા જ લોકો ફક્ત ગામમાં જ રહેતા અત્યારના સમયની જેમ  ખેતરમાં નહિ અત્યારે તો પંચાણું ટકા વસ્તી ખેતરે..!

ઘણા મથાગથા પછી  આ બાજુ પેટ્રોમેક્ષ ચાલુ થાય પછી  ભગવાન રાજેશ્વર ની જય બોલાવીને  મીઠા મધ જેવા અવાજમાં રાજસ્થાની ભાષામાં ભજનો ચાલુ થાય.એના શબ્દો,તાલ લય અદભૂત.. એ રાત ખરેખર રઢીયાળી બની જતી. ભજન પૂરાં થાય એના અઠવાડિયા સુધી હોઠો પર એનાજ શબ્દો અને લય છવાયેલો રહેતો.એ સમયથી કરીને આજ સુધી હું રાજસ્થાની અને મારવાડી સંગીતનો દીવાનો છું. આવા મધુર સંગીતની અવસ્થામાં મન અને શરીર કઈંક અલગ અને વિશિષ્ટ રીતે  પોતાનું કામ કરતાં હોય એવો મને અનેક વખત અહેસાસ થયો છે.

 આજે પણ હું લાંગ ડ્રાઈવ પર હોઉં તો મારી ગાડીમાં સતત રાજસ્થાની ગીતો વાગતાં હોય.હવે તો મારવાડી ગીતો ની સાથે-સાથે હરિયાણવી, પંજાબી,ભોજપુરી, કુમાઉ અને નેપાળી ગીતો પણ ખુબ વગાડું.કચ્છી અને સિંધી ગીતો પણ અદભૂત હોય છે. કેટલાક ગીતનો તો હું રાગ પીયાશી હોઉં છું એમ કહું તો ચાલે.

 ગુજરાતીમાં તો હમણાં “માટલા ઉપર માટલું આવ્યું” એટલે દેખાયું એમ કહું તો ચાલે. વારહીની બાજુમાં આવેલા MADHUTRA ગામના રમેશભાઈ પરમાર નો જયારે ડાયરો નજીકમાં હોતો ત્યારે એમને સાભળવા જતા.ટીવી પર કિરણબેન ગઢવી નાં ગીત સાંભળ્યા પછી લાગ્યું કે ગુજરાતી ગીતોનું ભવિષ્ય ઉજ્જવળ છે.

કચ્છમાં બાબુભાઈ આહિરને કોટડા ચાંદરાની ગામના લગ્નમાં આખી રાત ગીતોથી  ગામ લોકોને રમાડ્યા એ દ્રશ્ય અદભૂત હતું.કચ્છ યાદ આવે અને ગીતાબેન રબારીનાં ગીત કાને ન પડે એવું બને ! દિવાળીબેન ભીલ જ્યારે  રેડિયો પર “ મારે ટોડલે બેઠો મોર ...” એ લોકગીતને આખા ગુજરાતમાં રેલાવતાં ત્યારે  ગુજરાત એ લયમાં ખોવાઈ જતું એમ કહું તો ચાલે.મજાદરના મહાકવિ દુલાભાયા કાગ જ્યારે એક રાગમાં રામાયણ નું ગાન કરતા હોય અને એમને જે લોકોએ રૂબરૂ સાંભળ્યા હશે એ મારી દ્રષ્ટિએ નસીબદાર લોકો હશે.

 હવે તો ફૂદું ફરકે એવાં ગીતો  માણીએ ત્યારે શબ્દો કરતાં વાજિંત્રો પર ધ્યાન વધારે જાય છે. ભુજની પીટીસી કોલેજમાં હતો ત્યારે મેં એક વખત મિડલ સ્કુલની પ્રાર્થના સભામાં કહ્યું હતું કે સંગીત બે  પ્રકારનાં હોય છે એક માથું હલાવે અને બીજું પગ હલાવે..![ક્યારેક હૃદય  ]  પણ, હવે તો એવું લાગે છે કે મસ્ત નદીનો કિનારો હોય  શાંત કુદરતી વાતાવરણમાં  ભક્તિ સંગીત  માણ્યું હોય તો મજા આવી જાય.

 નવયુવાન લોકોને એવું લાગતું હશે કે પ્રેમ થાય એટલે નદી કિનારે જઈને સજોડે ગીત ગાવું પડતું જશે એવું જૂનાં હિન્દી ફિલ્મનાં ગીતો જોઇને નક્કી કરી લીધું હશે.મારી દ્રષ્ટિએ પ્રેમ એ એક સંગીતનો પ્રકાર છે

પંડિત ઓમકાર નાથ ઠાકુર ,લતા મંગેશકર, બીજું બાવરા, તાનસેન,પંડિત હરી પ્રસાદ, કિશોર કુમાર ,મનના ડે, મહમદ રફી,તાના રીરી,[નરસૈયા ના ગીતથી તો મારો ત્રણ ભુવનનો નાથ રીઝાતો હતો]  આ બધા વિષે ઘણું બધું લખી શકાય એમ છે ...

મુરાલાલા ફફલ મારવાડા ની સાથે –સાથે બાલુંન્ત્રી ના કાજાભાઈ પંડિતને પણ યાદ કરી શકાય...

ચાલો ફિર મિલેંગે.. ગાતા રહે મેરા દિલ.....

                                                        લેખન :કાંતિલાલ હેમાણી

હરીપુરા

                                                       તા.૦૬/૦૧/૨૦૨૨

સમય રાત્રે ૧૦.૫૬  

 

  

  

Comments

  1. ખુબ સરસ બાળપણના સ્મરણ વાગોળ્યા

    ReplyDelete
  2. ખૂબ
    રસપ્રદ વાત
    કાંતિલાલ

    તારી આંખનો અફીણી.....
    આંખોમાં બેઠેલા ચાતક કહે છે....
    આપની જુદાઈનું ભમ્મરિયું વ્હેણ....
    સાંવરિયો રે મારો સાંવરિયો.....
    પાન લીલું જોયું ને તમે.....


    આવાં ઘણાં ગીત સમાવી શકાય

    ReplyDelete
  3. વાહ દોસ્ત....

    ReplyDelete
  4. Khub j sundar rajuaat sabhar sangeet no mahima

    ReplyDelete
  5. આભાર સર્વે દોસ્તોનો

    ReplyDelete
  6. ખૂબ સરસ. જય ભીમ...

    ReplyDelete

Post a Comment