હિન્દીનો એક પાઠ -કચ્છ
 


             અઢી દાયકા કરતાં વધુ સમય પ્રાથમિક  શિક્ષણ માં વિતાવવાના લીધે  બાળકોને અને શિક્ષણ સિવાયનું વિશેષ વિચારી પણ શકાતું નથી એમ કહી એ તો ચાલે. મારા માટે તો બાળકો અને શિક્ષણ જ વિશેષ  છે , એનાથી વિશેષ કઈ જ નથી............. ઓહહ થોડા દૂર નીકળી ગ્યાં નહીં ... ચાલો ત્યારે .. અત્યારે ધોરણ આઠ માં હિન્દી વિષયમાં એક બહુ  મજાનો પાઠ આવે એનું નામ છે "કચ્છ કી સૈર"
              કચ્છની વાત આવે ને એટ્લે મારા દિલો દિમાગ માં એક અલગ જ પ્રકારની જજણાટી આવી જાય. મારા યુવાનીના શરૂઆતના દિવસો કચ્છમાં વિત્યા.મારુ શારીરિક શૌષ્ઠવને વૈચારિક પરિપક્વવતા કચ્છમાં આવી એમ કહી તો ચાલે.
               "કચ્છ કી સૈર " પાઠના લેખક મારા ગુરુ હરેશ ભાઈ ધોળકિયા છે.મારા ગુરુ એટલા માટે કે જ્યારે અમે ptc  ભુજમાં કરતાં હતા ત્યારે અમારા માનનીય આચાર્ય શ્રી અને ચિંતક ભોગીલાલ હ. વાયડા સાહેબે એક વ્યાખ્યાન માળા રાખેલી , આવ્યાખ્યાન માળા માં પ્રવચન કરવા માટે હરેશભાઈ ધોળકિયા સાહેબ આવેલા ,૧૯૯૨ માં સાભળેલી એમની વાણી આજે પણ કાનોમાં ગુંજી રહી છે. હરેશભાઈ નાં બહેન દર્શના બહેન પણ વ્યાખ્યાન માળા માં આવેલા આ બન્ને ભાઈ -બહેને ગુજરાતી ભાષાને ઘણું બધુ આપ્યું છે. દર્શના બહેને તો "જીવન શિક્ષણ " માં મહાન વિભૂતિઓનું  પ્રાથમિક શિક્ષણ એ વિષે ની એક હારમાળા પણ લખેલી એ વાંચવાની બહુ મજા આવેલી. 
                કચ્છ કી સૈર પાઠમાં હરેશભાઈ ની સાથે કુલ આઠ ફોટોગ્રાફ આપેલા છે, સહુથી પહેલો ફોટો 'સુરખાબ' નો  આપેલો છે. કચ્છ મારો પાડોશી જિલ્લો છે એટલે થોડી સંખ્યામાં સુરખાબ ક્યારેક બનાસકાંઠામાં  પણ જોવા મળે, ખાસ કરીને  મારા વાવ તાલુકાનાં રણ કાંઠે.                 અમારે વાવ તાલુકા માં સારા ના તૂટી ગયેલા સેલ્ટર બેલ્ટ પાસે પહેલા  પાણી ભરાયેલું રહેતું એ વખતે ત્યાં ઘણા પક્ષીઓ સાથે બે-ચાર સુરખાબ પણ જોવા મળતાં. હું મારા બાળકો સાથે આપક્ષી જોવા ગયા પછીમે ફોટા શેર કર્યા હતા.ફોટા જોઈને કેટલાક લોકોએ અગરીયાના બાળકો એવિ કોમેન્ટ કરેલી પણ એમને ખ્યાલ નહીં કે અમે વાવ.. વાળા.....
                વાવમાં બાલુંત્રીની બાજુમાં આવેલા તળાવ  ત્રિશુળ માં પણ ઘણાં બધા વિદેશી પક્ષીઓ જોવા મળે છે, જેમાં સુરખાબ એટકે કે ફલેમિંગો પણ હોય છે.
                સુરખાબ ની બાજુનો ફોટો એક યુવાન કચ્છી સ્ત્રી પોતાની બધી જ ઘર-વખરી એક ઊંટ પર ભરી ને સ્થાળાંતર કરી રહી છે . આને જ લાગતો એક ફોટો અમારા સાહેબ શ્રી હસમુખભાઇ ગોર સાહેબે પાડ્યો હતો અને 1991 માં એમને એ ફોટો ન્યુયોર્ક ટાઈમ્સ ને મોકલાવ્યો  હતો,અખબાર એટલું બધુ ખુશ થઈ ગયું કે એ જમાના માં એણે સાહેબને વીસ હજાર રૂપિયા આસપાસ ઈનામ રૂપે મોકલાવ્યા હતા,ત્યારે હીરો- હોન્ડા બાઇક ની  કિમંત અઢાર હજાર હતી.એ ફોટોગ્રાફ સાહેબે એ વખતે ખેંચ્યો હતો કે એક માલધારી સ્ત્રી જંગલમાં પોતાના પરિવાર માટે ખુલા માં રોટલા ઘડી રહી હતી... ઓપન કિચન... અમેરિકનો ને આ ફોટો બહુ ગમેલો અને એમને મોટી સંખ્યામાં ત્યાં થી પત્રો પણ આવેલા. અ.સી. વગર કઈ રીતે રહેતા હસે , અને ગેસની પાઇપલાઇન કેમ દેખાતી નથી એવા અનેક પ્રશ્નો સર ને એમને પત્રો દ્વારા પૂછેલા......આ પછી જેટલા અમેરિકન યા તો યુરોપીયન પ્રવાસીઓ કચ્છમાં આવતા એ લોકો હસમુખભાઇ ગોર સાહેબને શોધતા આવતા, એકવાર તો એક ઈજરાયેલી આવેલો કરાટે નો માસ્ટર બહુ વાતો કરેલી, પ્રાર્થના સભામાં.....
           એના પછીના પેજ પર ધોળાવીરાનોફોટો આપેલો છે,એક સામાજિક વિજ્ઞાન જેનો પ્રિય વિષય હોવા છતાં હું આજ સુધી ધોળાવીરા જોવા ગયેલ નથી એનો મને રંજ છે,આ રંજ હવે બહુ લાંબો સમય રહેસે નહીં એની મને ખાત્રી છે,ભૂગોળ ભણાવતા અને અને સામાજિક વિજ્ઞાન જેમને ગમે છે એમને અચૂક ધોળાવીરા જોયા જવું જોઈએ.  રાપર ના મારા મિત્ર મહાદેવ ભાઈ બારડ સાથે ધોળાવીરા જોવા જવાની ઇચ્છા છે.
         એક પ્રાચીન કિલ્લાનો ફોટો મૂકેલો છે.માધાપર તરફ થી ભુજમાં પ્રવેશ કરીએ એટલે ભુજીયા ડુંગર પર નો ભવ્ય કિલ્લો દેખાવા માંડે છે. એનાથી પણ કિલા દર્શન સારી રીતે કરવા હોય તો હમીરસરની પાળે બેસીને કરી શકીએ.
         હમીરસર ની સામે જ કચ્છ મ્યુજિયમ  આવેલું છે, નો ઉલેખ પણ ધોળકિયા સાહેબે એમના પાઠ માં કરેલો છે, આ મ્યુજિયમની આગળ પડેલી તોપ મૈસૂરના  સુલ્તાન ટીપુએ  કચ્છના સેનાપતિ જમાદાર ફતેહમહમદ ને ભેટ માં આપેલી.
       ટીપુના પિતા હૈદર અલી હિન્દુ રાજા ના સેનાપતિ હતા, એની પાસે થી રાજ્ય લઈને બાપ બેટો મૈસૂરના સુલ્તાન બની બેઠેલા, અંગ્રેજોને આ વાત ગમી નહી, ટીપુ સુલતાન સામે લડાઈ કરી ને અંગ્રેજોએ    
  મૈસૂર નું રાજય  વાડિયાર રાજાને પરત આપાવેલું..............ઓહહ ..કચ્છ થી દૂર નીકળી ગયા નહીં....
     એક ભદ્રેસ્વર નો ફોટો આપેલો છે કહેવાય છે કે એકવાર ઉજ્જૈન ના રાજા  એમના લાવ લશ્કર સાથે  ભદ્રેસ્વર આવેલા , એમની સાથે કવિ કાલિદાસ અને મહાકવિ બાણ પણ આવેલા.ભદ્રેસ્વર નો એક કૂવો પણ વખણાય છે.
  આવા તો ઘણાં બધા સંસ્મરણો કચ્છ સાથે મારા માટે જોડાયેલા છે, આપણે પણ હશે જ...
      લેખન: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
     ચોથર નેસડા પ્રાથમિક શાળા
   તા. વાવ.
   ૯૪૨૯૧૨૦૨૯૪
    ૯૫૮૬૫૩૭૫૬૫ ...વ્હાટ્સ aap 
   

Comments

  1. Very nice.photograph no parichay Saro, Sari Jankari Mali. 👍👌

    ReplyDelete
  2. અદ્ભુત ! ચિત્રાત્મક અને સાંગોપાંગ રજૂઆત ! દશ્ય અને ઘટનાઓ સન્મુખ કર્યાં લેખણ થી ! પર્યાવરણ પ્રત્યેનો આપનો લગાવ અનુકરણીય છે. પ્રણામ હેમાણી સર ! ઉલ્લેખ પ્રમાણે "ધોળાવીરા, હું અને માદેવભાઈ" લેખ સાથે આપને નજીકમાં વાંચવાની ઉત્કંઠાસહ !
    -ઈશ્વર ચૌહાણ

    ReplyDelete
  3. અદ્ભુત ! ચિત્રાત્મક અને સાંગોપાંગ રજૂઆત ! દશ્ય અને ઘટનાઓ સન્મુખ કર્યાં લેખણ થી ! પર્યાવરણ પ્રત્યેનો આપનો લગાવ અનુકરણીય છે. પ્રણામ હેમાણી સર ! ઉલ્લેખ પ્રમાણે "ધોળાવીરા, હું અને માદેવભાઈ" લેખ સાથે આપને નજીકમાં વાંચવાની ઉત્કંઠાસહ !
    -ઈશ્વર ચૌહાણ

    ReplyDelete
  4. સાહેબ આપ નો લેખ વાંચી ને ખુબ જ આનંદ થયો અને મારો શોખ પણ ફરવા નો છે સાહેબ અને ખાસ તમે મારા નામ નો ઉલ્લેખ કર્યો તે બદલ ખુબ ખુબ આભાર આપ તરફ થી મને પણ ઘણુ બધુ જાણવા મળ્યું છે સાહેબ અને ચોક્કસ આવો આપણે ધોળાવીરા જઈશું અને તમે કેશો તે વાગડ મા બતાવીશ બસ એકવાર આવો સાહેબ

    ReplyDelete
  5. મહાદેવભાઇ આપ ઈતિહાસને લગતું બહુ જ સુંદર કાર્ય કરી રહ્યા છો તો કચ્છમાં આવવાનું હોય અને આપણે યાદ ન કરીએ એવું બને?
    જરૂરથી આપણે કચ્છમાં ફરીશું.

    ReplyDelete

Post a Comment