ગમતું શહેર
આજે અચાનક
એક શહેર યાદ આવી ગયું,
આપને પણ કોઇકને કોઇક બહાને યા ફીર કોઈ સારી કે ખરાબ ઘટના કે કોઈ વિશિષ્ટ અનુભવના લીધે અમુક શહેર
હમેશા યાદ આવતું રહેતું હશે.કેટલાક શહેરો ની ખાસ કાસિયત હોય છે , જેમકે
બપોરે સિઉ જાવું... આરામ એટેલે આરામ ,નો ચાન્સ... ગમે તેવું કામ ધંધો હો તો પણ ઉનાળા ના દિવસો
માં બાર થી ચાર આરામ. કેટલાક શહેરો ની ખાસ બાંધણી . કેટલાક ની ખાણી પીણી. કેટલાક
શહેરો આખાને આખા કવિ હૃદય હોય. કેટલાક
શહેરોનાં ખાસ નામ હોય છે ,
જેમકે સૂર્યનગરી,સંસ્કાર
નગરી ,ગુલાબી નગરી,લેક
સિટી ,… આવા
ઘણા બધા નામ હોવા છતાં કેટલીક વાર લોકો ને એના નામ મુજબ ના અનુભવો એ શહેરમાંથી નથી થાતાં પણ કઈક અલગ જ અનુભવ થાતો હોય છે એટલે એ શહેર
એને હમેશા માટે યાદ રહી જતું હોય છે.
થોડા સમય પહેલાં
મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં એક ત્રણ ચાર કલાકની લટાર મારવાનો મોકો મળ્યો. સમય પ્રમાણે લગાવેલી લટાર અનુકૂળતા મુજબ યાદ રહેતી હોય છે., કેટલીક અમિટ છાપ વાળી હોય છે જ્યારે કેટલીક ક્ષણિક હોય છે.જીંદગીની હરેક પળ યાગદાર બનાવવા માટે આવી લટારો ઢળતી
અવસ્થા
એ બહુ કામ આવે. વૃદ્ધ થઈ ગયા હોય એ , સતત
આરામની પળો હોય, શરીર ઓછું કામ કરતું હોય અને ફક્ત મગજ વિચારો વધારે કરી શકતું હોય પણ વર્તન
ઓછું થાતું હોય ત્યારે આવી યાદગાર પળો એક ફિલ્મ ની પટ્ટી
ની જેમ આપણા માનસપટ્ટ પર સતત ચાલતી રહેતી હોય છે.
ઈન્દોરમાં
અમે રાજવાડા જોવા ગયા હતા,
મારી સાથે મારા મિત્ર અને સબંધી પુનમભાઈ સુવાતર અને ગુડલક બોરિયાવાળી વાળા ભૂરાભાઈ અને જગદીશ ભાઈ તથા બીજા બે ત્રણ મિત્રો હતા. રાજવાડાને
હિન્દી ભાષાની લાક્ષણિકતા પ્રમાણે ત્યાના લોકો રાજબાડા એવું બોલતા હતા.અમે ઈન્દોર શહેરની મધ્યમાં જાવા માટે પ્રમાણ માં સાંકડો રસ્તો પસંદ કર્યો હતો.આધુનિક શહેર મુજબનો જ ટ્રાફિક હતો. વિશાળ
ચોરાહાની દક્ષિણ બાજુ અને ખાસી જૂની કહી શકાય એવિ ઇમારત
ઊભી હતી. અમારે પૂછવાની જરૂર ના પડી કે આજ રાજવાડા
છે ને?
ગાડી
પાર્ક કરીને બહાર નીકળતા જ રાણી અહલ્યાબાઈની મુર્તિ
નજરે પડી.1996 થી કરી ને 2007 સુધી હું ટડાવ પ્રાથમિક શાળામાં હતો ત્યાં મે મારા શિક્ષક તરીકે લગભગ ધોરણ 6 ભણાવાનું મારે ભાગે આવ્યું
એ સમયે વિષય સમાજવિધા હતો જેમો ઈતિહાસમાં ‘રાણી અહલ્યાબાઈ’ પાઠ આવતો,ત્યારે એવો કોઈ દિવસ વિચાર પણ નહોતો
આવ્યો કે હું ઈન્દોર જઇસ અને જે જગ્યાએ જઈશ જ્યાં રાણી એ પોતાનું જીવન વિતાવ્યું હતું.
રાણી અહલ્યાબાઈ ની મુર્તિ સામે કેટલોય સમય
હું ટગર- ટગર જોતો રહ્યો અને વિચારતો
રહ્યો કે એ જમાના માં આ
સ્ત્રી કેટલી બહાદુર કહેવાય કે એણે મહાદજી
સિંધિયાને કહી દીધું હતું કે આપ ઈન્દોર આવી શકો છો અને આપનું સ્વાગત હાથી ની સાંકળ
થી કરવામાં આવશે. મહાદજી એ વાક્યનો સાચો અર્થ સમજી જ્ઞાં હતા ને ઈન્દોર જીતવાનો પોતાનો મનસૂબો માંડી વાળ્યો હતો.
રાણીએ
કુશળ વણકરો ને
પોતાના રાજ્યમાં વસાવીને એમને ભરપૂર આર્થિક શાય આપી
હતી,આ વણકરો એ બનાવેલી “ મહેસ્વરી” સાડીઓ આજે પણ ભારતભર ના વખણાય
છે.
આપ
મારી સાથે સોસ્યલ મીડિયાથી જોડાયેલા હશો તો આપ જાણતા
હશો કે મને સેલ્ફિ નો બહુ
શોખ .... આ રાજવાડા
માં મે બહુ સેલ્ફિઓ લીધી અને શેર પણ બહુ કરી.કારણકે
ફોટા પાડવા માટેનું આ મારી દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ સ્થળ હતું. રાજવાડાની
અંદર હથિયાર,પોશાક, જૂના ઘરેણાં, ફોટોગ્રાફી, બાંધકામ આ બધુ જોઈને અમે બહાર આવ્યા એટલે
ત્રણ સુંદર ગાડી ઑ પડી હતી,
તરત જ મે મોબાઈલ નો કેમેરો સાબદો કર્યો,
હજી તો કલીક કરું ન કરું એટલામાં તો બે ત્રણ સિક્યુરિટી વાળા દોડી આવ્યા..... નો નો
સર જી એ ચક્રવતી કી ગાડી
હે આપ યહાં પે ફોટો નહીં ખીંચ શકતે.
પછી
અમને ખ્યાલ આવ્યો કે ચક્રવતી એટેલે કે રાજ પરિવાર અહી
ગણેશ જી ની પૂજા માટે આવ્યો હતો અને એમની ગાડી ઑ અહી હતી.રાજપરિવાર જ્યાં પૂજા કરતો
હતો ત્યાં પીએન અમે જય આવ્યા કચ ની બંધ દીવાલો વચે પરિવારના સભ્યો પૂજા કરતાં
હતા ટેમેને જોયા મંદિર ની આગળના ભાગમાં
સુંદર પ્રાચીન શિલ્પો મુકેલ હતાં તે પણ જોયા એમાં સૂર્ય અને નુત્ય કરતા નટરાજ ની મુર્તિ અદ્ભૂત હતી.
લેખન
: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
તારીખ:5
એપ્રિલ 2018
સમય
: બપોરે 2:11

Very nice post
ReplyDeleteગુંજતા વિચારો મૂર્ત સ્વરૂપ ધારણ કરી રહ્યા છે,ભાઈ..
DeleteNice bro
ReplyDeleteઆભાર ધવલ ભાઈ
DeleteWah kantibhai
ReplyDeletethanks
Deletehmmm
ReplyDelete