सामाजिकविज्ञान शीखाने के तारीके



सामाजिक   विज्ञान  शीखाने के तरीके
  बाय....कांतिलाल  रूपाभाई  परमार

v  નક્શાનો ઉપયોગ  કરવો................[દુનિયા, દેશ, રાજ્ય,જિલ્લા,તાલુકા, ગામ, રાજકિય,ભૌગોલિક, પ્રાકૃતિક, ઉદ્યોગો, નહેરો,સરોવર,નદીઓ,સિંચાઈ,વિવિધ પાક, ખનીજો,અભ્યારણ્યો,પર્વતો, અખાત, ભૂશીર,રણ,રાજધાનીઓ, રેલ્વે માર્ગો, હવાઈ માર્ગો, જળમાર્ગો, રોપ-વે,રાષ્ટ્રીય માર્ગો, રાજ્ય ધોરી માર્ગો, પ્રધાનમંત્રી માર્ગો,શિલાલેખ વાળા સ્થળ,કિલ્લા વાળા સ્થળ, મ્યુઝીયમ વાળા શહેર... વગેરે]
v  પૃથ્વીના ગોળાનો ઉપયોગ કરવો...
v  સંદર્ભ સાહિત્ય હાજર રાખવું...........
v  કથન પધ્ધતિનો ઉપયોગ નહિવત કરવો.........
v   બાળકો ને વિચારવાનો અવકાશ આપવો.........
v  શબ્દોની સમજુતિ સરળ ભાષા માં કરવી...
v  નાના- નાના ઉદાહરણ આપવાનો પ્રયાસ કરવો...
v  બાળકો પ્રશ્નો પુછતાં થાય એવા પ્રયત્ન કરવા..
v  બાળકો ના યોગ્ય તર્ક હોય તો તેનો પોઝેટિવ ઉત્તર આપવા..
v  બાળકો તર્ક કરતાં થાય એવા પ્રયાસ કરવા..
v  પ્રવાસ કરાવવા...
v  પ્રવાસમાં પહેલે થી બાળકોનાં નાનાં-નાનાં જૂથ બનાવવા..
v  જૂથ પ્રમાણે માર્ગદર્શક તરીકે શિક્ષક નીમવા..
v  પ્રવાસનાં સ્થળોની માહિતી બાળકોને પહેલે થી આપવી..
v  પ્રવાસનાં કયાં સ્થળ બાળકનાં પાઠ્યક્રમ સાથે જોડાયેલાં છે એની માહિતી આપવી...
v  પ્રવાસમાં શિસ્ત અને સલામતી માટે પહેલે થી આયોજન કરવું..
v  બાળકોને શારિરીક શિક્ષા કરવી નહી..
v  ચોમાસામાં વનસ્પતિના જાણકાર સાથે પર્યટન કરાવવું જોઈએ..
v  આયુર્વેદિક વ્યક્તિ સાથે શાળામાં  યા તો એમના ઘેર જઇને બાળકો સાથે સંવાદ કરાવવો..
v  પ્રવાસી ને શાળામાં બોલાવી ને એની સાથે પ્રશ્નોતરી ગોઠવવી જોઇએ....[પ્રવાસ વર્ણન સાંભળવાં]
v  જુની ચીજ-વસ્તુઓનો સંગ્રહ કરનાર વ્યક્તિના ઘરની મુલાકાત લેવી જોઈએ..[ખરડોલમાં મણીલાલ ચૌહાણ]
v  ટિકિટ નો સંગ્રહ કરનાર ને શાળામાં બોલાવવઓ જોઇએ.
v  ગામની નજીકના પાળીયા કે શિલાલેખ સંદર્ભગ્રંથો કે જાણકાર માણસને સાથે રાખીને બતાવવા જોઇએ....[ ગોલગામના તળાવના શિલાલેખ, ધારણંગજી અને કેરાજીના પાળીયા, શીતળા માતા એ  આવેલો પાળીયા, રાબડીપાદર માં આવેલો પાળિયો]{ મે જોયેલા કચ્છના વ્રજભૂમિના પાળિયા}
v  ગામના ઘરડા માણસ પાસે પહેલે થી પ્રશ્નો તૈયાર કરીને બાળકોને એમને પાસે મુકવા જોઇએ, સાથે જતા માર્ગદર્શકે એવાત નો ખ્યાલ રાખવો જોઇએ કે બાળકો ખુબ વિવેકથી વર્તે...
v  ગામમાં આવેલી પોસ્ટ ઓફિસ,બેંક,ભેસોનો તબેલો, ઘોડાનું સ્ટડફાર્મ, વગેરે ની મુલાકાતો ગોઠવવી.
v   વર્તમાનપત્રોનાં કટીંગ કરાવીને બાળકો પાસે સંદર્ભ સાહિત્ય તૈયાર કરાવવું....આમં ચિત્રો, લેખ, બાળવાર્તાઓ, કાર્ટૂન, પ્રવાસવર્ણનો, વગેરે આવી શકે.
v  શિક્ષકોને આપવાની પ્રવૃતિ=ધોરણ ૬થી ૮ના દરેક પાઠના બે-બે સંદર્ભ સાહિત્યનાં નામ લખાવો.
v  last line…… બાળકોને માહિતી ન આપો પણ માહિતી ક્યાંથી મળશે એ બતાવો.

આવતીકાલે બીઆરસી ભવન વાવ ખાતે સામાજિક વિજ્ઞાન ની તાલીમની તૈયાર માટે આ લેખ લખવામાં આવેલ છે............... લખ્યા તા.૨૦/૦૩/૨૦૧૭
         કાંતિલાલ રૂપાભાઈ પરમાર
        ચોટીલ પ્રાથમિક શાળા

Comments

Post a Comment