લામ્પડીયા દીપોત્સવ
![]() |
નમસ્કાર મિત્રો ,
કેમ છો ? દીપોત્ત્સવની શુભકામનાઓ .....
‘એહમદ હાડા’ આવા નામ સાથેનો ફોન મારા ફોનની સ્ક્રીન પર
આવ્યો એ રીસીવ થાય એટલા ટૂંકા સમયમાં કેટલાય વિચાર આવી ગયા, ખાસ કરીને અમીરગઢ
તાલુકાનું ‘ખાટી સિતરા’ ગામ યાદ આવી ગયું. પહાડોની વચ્ચે આવેલા આ ગામમાં હાડા
સાહેબે સુંદર ફોટોગ્રાફી કરેલી બે વર્ષ પહેલાં
હું અને સાગર એમની સાથે વિડીયો શુટિંગ માટે ગયેલા એ સ્મરણો સાથે ફોન ઉપાડતા જ પાલનપુરી
આવાજ માં હાડા સાહેબ નો અવાજ સંભળાયો .
કાયમી હોય એવો
ખુશ મિજાજ ધ્વનીમાં પરિવારના સમાચાર લઈને આ વર્ષે કોઈ નાનકડા ગામડામાં દિવાળી ઉજવીએ એવી
વાત હાડા સાહેબે કરી. એવું ગામ સૂચવો ...
એટલું હાડા સાહેબ બોલ્યા એટલામાં તો હું ગામનું નામ બોલ્યો “લામ્પડીયા”
હાડા સાહેબ
પાલનપુરમાં રહે છે અને સતત સામાજિક જાગૃતિ
માટેનાં કામ કરે છે,સમાજના છેવાડા લોકોને ઉપયોગી થવાની એમની ખેવના તેઓ શ્રી જીલ્લા પંચાયત પાલનપુરમાં પોતાની સેવાઓ
આપે છે પણ પરિવારના ટ્રસ્ટ દ્વારા લોક
હૃદય સુધી પહોચવાનો પ્રયાસ કરતા રહે છે . ગઈ સાલ “ચૂલા પાણી” નામના નાનકડા ગામમાં એમની ટીમ સાથે જઈને દિવાળી ઉજવી હતી. વિરમપુર
નજીક પહાડો વચ્ચે આવેલા ગામ પછી આ વર્ષે
રણની કાંધી એ આવેલા ગામ “લામ્પડીયા” માં દિવાળી ઉજવવાની નક્કી કરી.
ઉજવણીની તૈયારી
કરવા માટે અમારી પાસે સમય હતો ફક્ત ત્રણ દિવસ .. શાળામાં દિવાળી વેકેશન પડી ગયું
હતું. બાળકો રજાના આનંદમાં હતા અને શિક્ષક મિત્રો
પરિવાર સાથે.. આવા સમયે “લામ્પડીયા”
ગામની પ્રાથમિક શાળામાં ઉજવણી કરવાનું નક્કી કાર્ય. સંકલન ની જવાબદારી મારા શિરે આવી, સ્વાભાવિક રીતે હું
યજમાન હતો. સમય નક્કી થયો હતો ધનતેરસ નો દિવસ[તા.૨૨/૧૦/૨૦૨૨ ને શનિવાર ], રાત્રે
તો ભગવાન ધન્વન્તરીને યાદ કરવાના હતા સવારે
દસ વાગ્યે કાર્યક્રમ ચાલુ કરવો અને સાડા અગિયાર
વાગ્યે પુર્ણાહુતી કરવી એવું નક્કી થયું. મારા મિત્ર વર્તુળમાં આવતા અને સેવાભાવી,
જ્ઞાની અને સમાજ સાથે જોડાયેલા મિત્રોને મેં ટેલીફોનીક સંદેશ મોકલ્યા. પ્રત્યુતરમાં
ચારેક મિત્રોને બાદ કરતાં અપેક્ષિત બધા જ સ્નેહીઓ ઉપસ્થિત રહ્યા.
“લામ્પડીયા” ગામ વાવ તાલુકાના બનાસકાંઠા જીલ્લામાં આવેલું છે, આ ગામમાં લોકો છુટા છવાયાં ઘર બનાવીને
લગભગ પોતાના ખેતરમાં રહે છે. લોકો ખુબ
મહેનતુ છે. અને માયાળુ પણ. ભારત નું સૌથી છેલ્લું ગામ રાઘા નેસડા, આ ગામનું પરુ
કહી શકાય એવું ગામ “લામ્પડીયા” આ ગામની બાજુમાં અત્યારે સોલાર પેનલો ગોઠવાઈ ગઈ
છે એટલે હવે તો આ વિસ્તાર હોલેન્ડ જેવો દેખાવા લાગ્યો છે.
આ ગામમાં ૧૯૯૯ આસપાસ સૌ પ્રથમ શાળા ખોલવા માટે
ભગવાન ભાઈ પરમાર સાહેબે કમર કસી હતી સ્થાનિક અગ્રણીઓએ પુરતો સાથ સહકાર આપ્યો અને
ગામની વચ્ચે એક પ્રાથમિક શાળા બની. આ શાળામાં આજે એકથી પાંચ ધોરણ ચાલે છે, જેમાં એકતાલીસ બાળકો અભ્યાસ કરે છે. આ બધા જ
બાળકોને હાડા સાહેબની સંસ્થા “ મહિલા કલા નિધિ ટ્રસ્ટ” દ્વારા યુનિફોર્મ આપવામાં
આવ્યો, સાથે સાથે “લામ્પડીયા” ગામમાં
રહેતાં સિતેર પરિવારને એક કિલ્લો મીઠાઈ આપવામાં આવી. દરેક પરિવાર સુધી ખુશી
પહોચાડવાની આ વાત મને ખુબ ગમી.
આજના આ દીપોત્સવી
ઉજવણી કાર્યક્રમમાં મારી સંસ્થા સંજીવની
ઇન્સ્ટીટયુટ થરાદ પણ સહભાગી બની જેનું
સંચાલન મારા યુવાન ભત્રીજા શ્રીમાન મશરૂભાઈ
કરી રહ્યા છે , એમના દ્વારા એકતાલીસ બાળકોને એક શૈક્ષણિક કીટ આપવામાં આવી.
મશરૂભાઈની સાથે એમની ઓફિસમાં કામ કરતા અને
એમની પ્રગતિના સહભાગી ભરતભાઈ રાઠોડ,
માધાભાઈ વેણ અને અશ્વિનભાઈ
હાજર રહ્યા એમણે હાજર મહેમાની સેવા
ચા-પાણી સર્વે કરીને કરી અને બાળકોને આપવાની ભેટ સોગાદો આપવામાં મદદ કરી.
કુંડાળીયા નાં વતની ઈશ્વર ભાઈ રાજપૂતે સમગ્ર આયોજનમાં ખુબ મદદ કરી એમના દ્વારા બધા
મિત્રોને ચા-પાણી કરાવવામાં આવ્યાં.
આજના એક ઓંર દાતા હતા ભીખાલાલ પારેખ. તેઓ
શ્રી ટડાવ ગામના વતની છે એમના સુપુત્ર
શ્રીપાલભાઈ મારા વિદ્યાર્થી, એક જ કોલમાં એકતાલીસ બાળકોને સુંદર અને ગરમ સ્વેટર
આપી દીધાં. ચાર સ્વેટર વધારે આપ્યા જેના લીધે કોઈ જરૂરીયાતમંદ બાળકોને આપી શકાય.
આજના આ દીપોત્સવી
ઉજવણી કાર્યક્રમમાં ડોકટર દેવ યોગી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, એમની હાજરી એ સર્વે
મિત્રોને સકારાત્મક ઉર્જા પૂરી પાડી. કડી કોલેજમાંથી સાયન્સના પ્રોફેસર તરીકે
નિવૃત થઇને સમાજના શારીરિક ખામી વાળા
બાળકો અને વૃધ્ધોની સેવા કરી રહ્યા છે એમનો ‘મંગલ જીવન આશ્રમ’ સિદ્ધપુર પાસે સેદરાણા માં આવેલો છે, એમની નિવૃત્તિની બધી જ રાશી આ આશ્રમમાં ખર્ચી છે મતલબ કે ધનનો
સદ્પયોગ કર્યો છે!! આજે પણ સવા લાખ આસપાસ પેન્શન આવે છે જેમાંથી પાંચેક હજાર રાખીને
બાકીની રકમનું દાન કરી દે છે ...!!! આવી જીવતી વારતા જેવા સંત પુરુષોને જોવા એ
એક લ્હાવો રહ્યો. ડો. દેવ યોગી સાહેબ આજે
અઠ્યાસી વર્ષના છે અને તંદુરસ્ત જીવન માણી
રહ્યા છે, લોક સેવા કરી રહ્યા છે અને અમ
સર્વે હાજર સ્નેહીજનોને એમના આશ્રમમાં આવવાનું ભાવભર્યું આંમત્રણ આપી ગયા... જોઈએ હવે એ શુભ દિવસ ક્યારે આવે છે.?
લામ્પડીયા ગામ ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલું ગામ છે , ચોમાસા પછી અને નર્મદા
નહેરના લાસ્ટ છેડા ના લીધે જે પાણીનો ભરાવો થાય છે એના લીધે અહીં વિશિષ્ટ
પ્રકારનું ઘાસ મોટા પ્રમાણમાં ઉગ્યું છે ,
આ ઘાસ અને પાણીના સુમેળ નાં લીધે અલગ જ પ્રકારની જીવ સુષ્ટિ નિર્માણ પામી રહી છે
અહીં ઘણાં યાયાવર પક્ષીઓ પણ આવી રહ્યાં છે.
આજના લામ્પડીયા
દીપોત્સવ કાર્યક્રમમાં હાડા સાહેબની ટીમ[ ભાઈચંદ ભાઈ, રાજુભાઈ, અલ્પેશભાઈ,
ધારજીભાઈ હાજર રહ્યા ] ની સાથે સાથે ઘણા મિત્રો ઉપસ્થિત રહ્યા, જેમાં આ શાળાના બે
નિવૃત શિક્ષક શ્રી પરાગભાઈ રાજપૂત અને
શ્રી વશરામભાઈ પટેલ , શ્રી જેવતાભાઈ વેણ,
શ્રી ધુડાભાઇ વેણ, શ્રી રવજીભાઈ બોચિયા , શ્રી ભુરાભાઈ રાજપૂત, શ્રી ઈન્દ્રવદનભાઈ
બારોટ,શ્રી કાનજીભાઈ વેણ, શ્રી ચેલાભાઈ પરમાર, શ્રી ભરતભાઈ હેમાણી અને કેયુર, શ્રી
ભગવાનભાઈ પટેલ, શ્રી નરભેરામ ભાઈ મિસ્ત્રી, શ્રી કરસનભાઈ રાજપૂત , શ્રી કે.કે.રાજપૂત ચોથર નેસડા, આ શાળાના આચાર્ય શ્રી
ત્રિકમભાઈ પટેલ, ભૂતપૂર્વ સી.આર.સી.
પાંચાભાઈ પટેલ, વર્તમાન સી. આર.સી. બબાભાઈ મુળગા,પૂર્વ સી,આર.સી અને સારા વક્તા
શ્રી પ્રફુલભાઈ દવે, મહાદેવભાઈ રબારી, નિવૃત ફોરેસ્ટર શ્રી ટોભા નાં પટેલ સાહેબ
,સવાભાઇ વેણ,ચોથર નેસડા સરપંચ પરાગભાઈ
રાજપૂત, મારા ગુરુ શ્રી મોહનલાલ ગલસર આ બધા મિત્રો અને સ્નેહીઓ ની સાથે સાથે ગામ
લોકો અને અન્ય લોકો પણ હાજર રહ્યા.
ભારતની સરહદના રક્ષકોને મળીને અમે અમારો આજનો આ
લામ્પડીયા દીપોત્સવ કાર્યક્રમ પૂર્ણ કર્યો.
લેખન : કાન્તિલાલ
રૂપાભાઈ પરમાર
[કાન્તિલાલ
હેમાણી ]
પ્રોગ્રામ
તા.૨૨/૧૦/૨૦૨૨
સ્થળ: લામ્પડીયા પ્રાથમિક શાળા










ખૂબ સરસ 💐💐
ReplyDelete