“દાન તો હેમાણી સાહેબ હોય ત્યાં જ આપવું”...!!!

 

 

       ૨૦૦૭ની સાલમાં  ભરતભાઈ ‘ખાંડેક’ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા, એમની નોકરીની શરૂઆત આ રાપર તાલુકાના સુંદર નાનકડા ગામથી થઇ. કોઈ અજાણ્યા ગામના લોકો સાથે રહેવાનું થાય એટલે  ઘણી બધી સમસ્યાઓ આવે પણ ભરતભાઈ  માટે તો  હમેશાં સુખદ અનુભવો જ ખાંડેકના રહ્યા ,  હું જ્યારે ૨૦૦૭માં ખાંડેક ગયો ત્યારે મને પણ આ ગામને નજીકથી  જોવાની અને લોકોની મહેમાનગતિ કરાવાનો લ્હાવો મળેલો.

       ખાંડેક ગામના લોકોના સાથ સહકારથી  ત્યાંની પ્રાથમિક શાળાનો હેમાણી સાહેબ હસ્તક  ઘણો વિકાસ થયો. ભરતભાઈ આખું ખાંડેક  હેમાણી સાહેબના નામે જ ઓળખે, એનું મુખ્ય કારણ એ હતું કે જે દિવસે હું એમને અહીની શાળામાં હાજર કારાવા માટે ગયો   એ દિવસે એક સાથે બે શિક્ષકો હાજર થયેલા અને એ બન્ને શિક્ષકો નાં નામ “ભરતભાઈ” હતાં એટલે આ મારા ભત્રીજા ભરતભાઈને  લોકો “ હેમાણી” તરીકે બોલાવતા થયા.

       ભરતભાઈએ  મારા દાદા શ્રીમાન “હેમાબાપુ”ના  સદગુણો અપનાવીને  અહીના લોકોના દિલ જીતી લીધા.શાળામાં પુરાંત કરાવવી હોય કે બાળકોને નજીકમાં ઉજાણી માટે લઇ જવાનાં હોય તો  જરૂરીયાત હોય એનાથી વધારે જ દાન  મળતું જેમકે ત્રણ ટ્રેકટરની જરૂર હોય તો છ કરતાં વધારે ટ્રેકટર હાજર હોય. તિથી ભોજન હોય કે  શાળા પ્રવેશોત્ષવ   દાતાઓ હાજર જ હોય.     

છતાં પણ સાંજે  પાંચ વાગ્યે ખાંડેક ની બજારમાં બહાર નીકળે એટલે પાંચ સાત લોકો તો મળે કે “હેમાણી સાહેબ તમે અમને પુણ્ય કમાવાનો મોકો નાં આપ્યો”

       આ બધા દાતાઓમાં ખાંડેક ગામના “અમરશીભાઈ નારણભાઈ પ્રજાપતિ” હોય જ.

ખાંડેક શાળામાં હતા ત્યારે ભરતભાઈએ ધોરણ છ થી આઠનો વિકલ્પ સ્વીકારતાં એમની બદલી બાજુના ગામ “ મોમાય મોરા” માં થઇ. પ્રસિદ્ધ યાત્રાધામ અને અહી પણ એવા જ  માયાળુ માનવીઓ...અહીનાં મકાન માલિક સ્વ. ભોજા કાકા આહીર વિષે આપણે આગાળની પોસ્ટમાં વાત કરી ચુક્યા છીએ.

       હવે ભરતભાઈ ખાંડેકથી બદલી કરીને મોમાય મોરા આવી ગયા તો પણ અમરશીભાઇ  છેક મોમાય મોરા શાળામાં આવીને દર સાલ બાળકો અને શિક્ષકોને ભેટ સોગાદો આપી જાય.

        હવે નવો વાળાંક આ સાલ આવ્યો કે ૨૦૨૨માં ભરતભાઈ હેમાણીની  બદલી છેક વતન(હરીપુરા)માં એટલે કે બનાસકાંઠા જીલ્લામાં આવેલા વાવ તાલુકાના  બરડવી ગામે થઈ , ગોગાના ધામમાં આવેલી સુંદર નાનકડી શાળા  અહીં ત્રણેક મહિનાથી ભરતભાઈ નોકરી કરે છે અને એક દિવસ સાંજના સમયે ખાંડેક થી અમરશીભાઇ નો ફોન આવ્યો.

 કેમ ? હેમાણી સાહેબ  મજામાં  છો ને ?

જી બાપુ

ઘર પરિવાર અને ગ્રામ જનો નાં ખબર અંતર પછી આગાળ ....

“ હેમાણી સાહેબ બરડવી  કયાંથી અવાય ?

 કેમ બરડવી  બાપુ ?

મારે બરડવી આવવું , તમને બધાની નાસ્તો કરાવીને તમારી શાળાનાં બાળકોને  શિક્ષણને લગતી ચીજ વસ્તુઓ ભેટમાં આપવી છે.

“બાપુ ખમૈયા  કરો તમારી મોટી  ઉંમર  અને આ  વરસાદી મોસમ  તમારું દાન આવી ગયું સમજુ છું ..બાપુ..

પણ વાત માને તો આ  અમરશીભાઇ શાના..!!!

 આવ્યા બરડવી અને  આખો દિવસ રોકાઈ બાળકો અને હેમાણી સાહેબને મળીને અલ્પાહાર કર્યો અને બધાં બાળકોને શૈક્ષણિક વસ્તુઓ ભેટમાં આપીને ,પછી    અંતર ના રાજીપા સાથે કચ્છ ભણી.

(ભરતભાઈ જ્યારે મોમાય મોરાથી બદલી કરાવીને બનાસકાંઠા આવ્યા ત્યારે એમને તલવાર સહિતની ઘણી બધી ચીજ વસ્તુઓ ભેટમાં મળેલી છે )

લેખન :કાન્તિલાલ હેમાણી

હરિપુરા

૨૦/૦૭/૨૦૨૨

સવારે ૭.૩૩

Comments

Post a Comment