વાવ.. એક અનેરું શહેર
નમસ્કારમત્રો..
કેમ છો.??.!! એમ તો ઘણીવાર જુદા જુદા વિચારો આવતા હોય છે જેમાં આજે વિચારવાનું મુખ્ય કારણ એ મારો તાલુકો વાવ છે. મારો તાલુકો તે બનાસકાંઠાના સરહદે આવેલો તાલુકો વાવ. વાવનો અર્થ થાય પગથિયા વગરનો નહીં પગથિયાં વાળો કુવો .. વાવ ના અનેક પ્રકાર હોય છે અને વાવ બાબતનું સંશોધન મારા મિત્ર કપિલ ભાઈ ઠાકર પણ કરી રહ્યા છે અને એમણે ગુજરાતની ઘણી બધી વાવ ની વાતોને ઉજાગર કરી છે. કે જે અત્યારે એક સમય હતો કે મનુષ્યજીવન નિર્ભરતા માટે ગ્રામ્ય કક્ષાએ વાવ જ એવું સાધન હતું કે જેથી બારેમાસ પીવાલાયક પાણી મળી રહેતું એટલે વાવે એ સમયે મનુષ્ય જીવનનું એક અભિન્ન અંગ હતું. પણ હવે સમય બદલાઈ ગયો કે વાવ ની જગ્યાએ ઘરે ઘરે નળ આવી ગયા અને એનું પાણી. નવી પેઢી તો હવે પાણી ઉપાડી લાવવાનો અને પાણી ના પીપડા ઓને નવી પેઢી ભૂલી ગઈ છે એમ કહીએ તો ચાલે. હવે તો એ પણ ખબર નથી કે એક વાળા નામનો રોગ થતો,અને આ રોગ એ બિલકુલ માટીમાંથી પાણી આવતું હોય ને એ પાણીના અંદર જે જમીનના કણો હોય એના લીધે થતો. એવું પાણી પીએ એટલે લોકોને એ રોગ થતો. ચામડી અને હાડકાં ના વચ્ચેના ભાગમાંથી એવો ચીકાશવાળો પદાર્થ નીકળતો, એ વખતે અત્યંત દર્દ થતું. આપણે બધા શુદ્ધ પાણી પીતા થયા એટલે વાળા નામનો રોગ નાબૂદ થઈ ગયો. તો એટલે વાત ચાલતી હતી વાવની...તો મારો તાલુકો અને મુખ્ય મથક પણ વાવ છે. એક સમયે અહીં અમથરી (અમૃતસરીર) નામ નીવાવની લોકવાયકા છે અને એ વાવના ઉપરથી આ ગામનું નામ પણ લોકવાયકા લીધે વાવ પડ્યું. એ સમયે કેટલાક રાજા તો એમના નામ ઉપરથી નવાગામ વસાવતા તો મારું ગામ પણ હરીપુરા રાજા હરિસિંહ જી ના નામ પરથી વસાવેલું છે .મારા દાદીમા પણ વાવ નાં હતાં. એટલે પણ મારો સીધો નાતો વાવ સાથે છે.
વાવ નવા વિચારો આપે છે.. નવા મિત્રો પણ.
.. વેલકમ ટુ વાવ
લેખન: kantilal Hemani હરિપુરા
સમય 3.45pm
સ્થળઃ વાવ

સુંદર..
ReplyDelete