Haripura શાળા
મિત્રો આપણા અહીં ફેસબુકના માધ્યમથી નિયમિત મળતા રહીએ છીએ. જેમાં કેટલાક મિત્રો શબ્દો એટલે કે કોમેન્ટ કે ચેટ બોક્સ માં મળે છે જ્યારે કેટલાક મિત્રો ફોન તરંગો થી પોતાના વાયબ્રેશન મારા સુધી પહોંચતાં કરે છે. આવા જ મારા એક મિત્ર છે કિરણભાઈ હેમાણી. બનાસકાંઠા જિલ્લામાં આવેલા વાવ તાલુકાના તેઓ વતની છે અને એક ઈનોવેટિવ શિક્ષક છે. નવા અને સારા વિચારો ને સાકાર સ્વરૂપમાં રજૂ કરીને ગ્રામ્ય બાળકોના જીવનમાં અજવાળાં પાથરવાનું કામ કરી રહ્યા છે.
બાળકોને પ્રવાસમાં લઈ જવા હોય કે એમને કોઈ વિશિષ્ટ શૈક્ષણિક પ્રવૃત્તિ કરાવવી હોય તો તેઓ હર હમેશાં આગળ રહે.
એકવાર કિરણભાઇને વિચાર આવ્યો કે જ્યારે હું બીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે મારા વર્ગમાં ચારેય દિશાઓનાં નામ લખેલાં હતાં જેના લીધે હું દિશાઓ સારી રીતે સમજી શક્યો હતો. આ વાત ને આગળ લઈ જતાં એમણે વિચાર કર્યો કે મારી શાળાના બાળકો પોતાની કલ્પનાઓને આગળ લઈ જઈ શકે એટલે એને વેગ આપવા માટે એક નવો રસ્તો ચિતરવો જોઈએ. એના માટે એમણે વાવ તાલુકાના વિશિષ્ટ ચિત્રકાર અંબાલાલ પંડ્યાજી નો સંપર્ક કર્યો. બીજા ઘણા ચિત્રકારો નો પણ ટેલીફોનીક સંપર્ક કરી ને માર્ગદર્શન મેળવ્યું.
એક આગવું ચિત્ર બાળકની કલ્પના ને નવી પાંખો આપે છે આ પાંખોના સહારે બાળક પોતાના મનને નવી ઊંચાઈ સુધી લઈ જાય છે અને એના લીધે એનો શૈક્ષણિક વિકાસ ઘણો સારો થાય છે. આવા અનેરા ઉત્સાહ અને વિચારો સાથે કિરણભાઈ એ એક શાળાની કાચી કોપી બનાવી કે મારી શાળામાં કઈ જગ્યાએ હું કયું ચિત્ર કે લેખન કરાવવા માંગુ છું
શાળા પરિવાર અને s.m.c jiને આ બાબત થી વાકેફ કરીને ગામના અગ્રણી કાર્યકરો અને દાનવીરો નો સંપર્ક કરીને આ શાળા વિકાસ બાબતમાં વાત કરી. ગામમાં થી અને એમના મિત્ર મંડળ માથી ધારણા કરતાં વધારે દાન મળી રહ્યું એવી રીતે શાળા એ નવાં ક્લેવર ધારણ કર્યું. આજે દેખાતી શાળા એ આ શાળા પરિવાર નો પરસેવો છે. લોકો શાળાને સારી બનાવવા માટે પાણી નું સિંચન કરે છે પણ આ શાળા પરિવાર ના સભ્યોએ તો પરસેવાનું સિંચન કર્યું છે.
આ શાળાના એક બાળક ને ઈનોવેશન બાબતનો Dr.એ. પી. જે.અબ્દુલ કલામ ની યાદ માં અપાતો એવોર્ડ રાષ્ટ્રપતિ ડો પ્રણવ મુખરજી સર ના હાથે મળેલો છે.
હરીપુરા શાળા એ શાળા સ્વચ્છતા એવોર્ડ પણ મેળવેલો છે..
અમદાવાદ શહેરમાં આવેલી ઓમ એજ્યુકેશન દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષકો અને આચાર્યો ને સન્માનિત કરવામાં આવે છે. આ એવોર્ડ રાષ્ટ્રીય કક્ષાનો છે. આવો પ્રતિષ્ઠિત એવોર્ડ પણ કિરણભાઈ ને મળેલો છે.
બનાસકાંઠા જિલ્લાના બેસ્ટ બુથ લેવલ ઓફિસર નો એવોર્ડ પણ મળેલો છે.
આવી આ વિશિષ્ઠ શાળા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલી છે.
આ શાળાને શ્રેષ્ઠ બનાવવા માટે શિક્ષકો, વાલીઓ, smc ના સભ્યો, સેન્ટર શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રો, tpeo શ્રી ગોવિંદભાઈ પટેલ સાહેબ, ડાયટ પાલનપુર ના પ્રાચાર્ય સાહેબ શ્રી અને લેકચરર સાહેબ શ્રી ઓ અને ઘણા નામો અનામી સ્નેહીજનો એ શાળા વિકાસમાં સહભાગી બન્યા છે.(કિરણભાઈ નો મોબાઈલ નંબર 972789
9565)


Comments
Post a Comment