પાટણનો
પ્રવાસ ભાગ 2
ચાલો મિત્રો આગાળ;
આપણે
એટલે કે અમે સવાઇ ચાલ ધરાવતા વિસ્તાર “
કાંકરેજ” સુધી પહોચી ગયા હતા.હવે અમારે ઇ.સ.ની આઠમી સદીમાં જેની સ્થાપના “વનરાજ
ચાવડા” એ
પોતાના મિત્ર અણહીલના નામ પરથી કરેલી એ
પાટણ જાવાનું હતું. શિહોરીની થોડા આગળ ગયા એટલે ‘બનાસ’ આવી, બનાસ આવે અને બક્ષી યાદ ન આવે એવું બને.’ચન્દ્ર્કાંત બક્ષી’ને બનાસ પ્રત્યે ખૂબ પ્રેમ હતો.એમની નવલકથા “ મારુ નામ તારું નામ” માં એક
પાત્રનું નામ “બનાસ” આપેલું.
જૂના
જમાનામાં નગરો નદીઓના કિનારે વસતાં , હાલ ફ્ક્ત રોડ ટચ.જૂની
સંસ્કૃતિઓનો વિકાસ નદીઓના કિનારે થયેલો.હાલ તો જ્યાં સારો રોડ બન્યો નહિકે એને
કિનારે-કિનારે...
પ્રથમ
“વનરાજ ચાવડા”ને નગર વસાવવાનો વિચાર સરસ્વતી નદીના કિનારે આવેલો.એ વિચાર આવ્યો
હશે ત્યારે કેવી શોભા હશે સરસ્વતી ની....વિચારોમાં
ગરકાવ થયો એટલા સમયમાં સરસ્વતી નદીનો પુલ આવી ગયો, આ પુલ ડેમ એટલે કે દરવાજા સાથે નો છે.દરવાજા સાઇટ સૂચના લખેલી હતી.” અહી કોઈએ
પ્રવેશ કરવો નહિ “ એ જગ્યાએ એ જ કોઈ મહાન પ્રેમીએ સફેદ કલરથી પોતાની પ્રિયતમાનું
ટૂકમાં નામ લખેલું મને ચાલુ ગાડીએ વંચાયું.
ગાડી
અને વિચારોની સાથે-સાથે ધેંગા ભાઈ પોતાની વાણીને વિરામ આપ્યા સિવાય મારી સાથે વાતો
કરતાં હતા,
જેમાં ઓશો, ત્રિકમ સાહેબ, નરસિંહ મહેતા, અખો,સુરેશ દલાલ, નગીનદાસ
સંઘવી, રાજસ્થાની ગીતો, ગુજરાતી ગઝલો, શાયરીઓનો પાર નહીં, માનસિક વિકાસ,લોકોની સમજ શક્તિ, જાતિવાદ,
રાજકારણ, આરએસએસ,ધોળ,રેશમિયો તાર ( આમાં એક નવો વિચાર આવવવાનો છે.)
આટલી ચર્ચાઓ કરતાં કરતાં પણ મને નદીના પટમાં
મહાઅમાત્ય મુંજાલ દેખાતો હોય એવું લાગતું હતું.
ટીબી
ત્રણ રસ્તાઓ પાસેના ભારી ટ્રાફિકમાં ગાડી એવી રીતે હંકારી જાણે કે દરિયામાં
વાવાઝોડું આવી ગયું હોય અને એવા સમયે નાનકડી હોડી લઈને ઝંપલાવ્યું હોય એવો અહેસાસ
થાતો હતો.
થોડા
આગળ જઈને શહેરની એક પ્રતિષ્ઠિત હોટલમાં ગાડી પાર્ક કરી.ગાર્ડે સેલ્યુટ કરીને
નમ્રતાથી પૂછી લીધું :સર રોકવાના હો તો થોડી આગળ પાર્ક કરો.?
અરે
બાપુ ચોવીસ ક્લાક આ શહેર છોડાવાના નથી, માથું ન્માવીને જી કહીને એણે મને ગાડી પાર્ક કરાવી.મારા માટે સેપરેટ મજાનો
રૂમ હતો. મારા રૂમ માં જઈને ત્રણ મિનિટમાં
હું રિશેપશન વાળા પાસે આવ્યો, હું કઈ પણ બોલું એના પહેલાં એ
મારો ભાવ સમજી ગયો.”જી બોલો સાહેબ” અલ્યા
ટીવી કેમ ચાલુ થાતું નથી. થોડીવારમાં મારા રૂમમાં આવ્યો અને “zoom” ચેનલ ચાલુ કરી ગયો.
હોટલના
પૈસા વસૂલ કારવાં માટે શિયાળાની શરૂઆત હોવા છતાં સવારે સ્નાન કરેલું હોવા છતાં
ટીવીના ગીત ચાલુ કરીને શાવરનો લાભ લીધો.હું અડધો ક્લાક રૂમમાં રહ્યો એટલા સમયમાં
હોટલના ટુવાલ,સાબુ, શેમ્પૂ,ટીવી, પલંગ,કાચ,શાવર, કાસકો,ઓશિકની સાથે એમાં રાખેલા ધાર્મિક પુસ્તકને પણ
જોઈ લીધું.
ગાડીએ આવીને ભત્રીજાને ફોન કર્યો,ફ્રેશ થઈને આવી જાઓ, હું ગાડીએ બેઠો.પાટણની સાંજ
થવાની તૈયારી માં હતી, હવે અમારું મિશન એક ગુજરાતી ફિલ્મ
જોવાનું હતું.ઘણા બધાઓએ ધારી લીધું હશે કે
નવેમ્બર માં તમે ગુજરાતી ફિલ્મ જોવા જોવા જવાના હો તો કઈ ફિલ્મ હોય?
હમણાં જ આવેલી સુંદર ગુજરાતી ફિલ્મ “ હેલ્લારો”
ની ટિકિટો આસાનીથી મળી ગઈ.ફિલ્મ જોવા જતાં પહેલાં એના વિષે ઘણું બધુ વાંચી નાખ્યું
હતું, વળી
કચ્છની પૃષ્ટભૂમિમાં બનેલી હોવાથી મને એ વધારે ગમશે એવું મારુ માનવું હતું.કચ્છ મારો સૌથી પ્રિય પ્રદેશ.હું
હોનુલૂલું ટાપુ પર ફરવા જઈશ ને તો પણ
કચ્છને તો જરૂર યાદ કરીશ.
હેલ્લારા
વિષે થોડું લખવુંએવો વિચાર બે –ચાર વખત આવેલો પણ એવા સંજોગ નિર્માણ ન થયા કે કી બોર્ડ પર આંગળીઓ ફરવા લાગે, આજે ચાંસ આવ્યો છે તો
થઈ જાય .. હેલ્લારીની પણ હેલી.હેલ્લારાની આખી ટીમની મહેનતને વંદન કરું છે, એમણે સમાજમાં સામાન્ય માણસો અને
સ્ત્રીઓ ઉપર જે રીતના અત્યાચાર થયા એને ખૂબ સારી રીતે ઉજાગર કર્યા,કોઈ નવો અને સારો વિચાર શિક્ષણ અને પ્રવાસથી જ આવી શકે એ બાબતની પણ અહી
ખાતરી રાખી છે.સૌમ્ય જોશી જીને નમન એમણે વાર્તા વાંચીને પછી એને અનુરૂપ ગીત એમાં
જોડ્યા.હેલ્લારાનાં દ્રશ્ય વાસ્તિક્તાથી ખૂબ જ નજીક. હેલલારો જોવાનો આનંદ અનેરો.પાટણની
ભૂમિ અને “હેલ્લારો” જોવાની ઘટના
અવિસ્મરણીય રહેશે.
હેલ્લારા
માં એક ડાયલોગ આવે છે કે “મારી પાસે રાજપાટ છે નહિ , નહિતર આપી દઉં” લોકો ખુશ થઈ જાણે ત્યારે
પોતાની કેપીસીટી કરતાં પણ વધારે આપી દે
હો. આ વાતનો અહેસાસ મને હેલ્લારો જોયા પછી થયો.
હેલ્લારામાં
દેખાતા બાવળીયા તો મને રાછેણા- લોદ્રાની ના હોય ને એવા જ લાગ્યા.મૂળે આ વિસ્તાર
કચ્છને અડીને આવેલોને એટલે.
“
પહોળું થયુને પછી પહોળું થયું એક સજ્જડબંધ પાંજરું પહોળું થયું “ એ ગીતને ગુનંગુણાવીને
હોટલ પર પાછાં ફર્યા.
સવારનું કોઈ આયોજન હતું નહીં કારણકે પાટણ શહેરને
માણવા સિવાય અમારી પાસે બીજો કોઈ પ્રોગ્રામ ન હતો.
·
* * *
સવારમાં
જાગતા જ “ એક પાટણ શેરની નાર પદમણી...... ગીત હોઠો પર રમતું હતું.સવારની “ મોરલી” ની ચા પી ને
દિવસની શુભ શરૂઆત કરી. સૌ પ્રથમ “કુણઘર” પહોચ્યા.અહી પણ હેલ્લારાએ અમારો પીછો ન
છોડયો.માતાજીનાં મંદિરની સામે ઘણાં બધા સ્ટેચ્યું મૂક્યા છે જેમાં એક પંજાબી મોટો
ઢોલ લઈને વગાડતો હોય એવા સ્ટેચ્યું એ
અમારું સૌથી વધારે ધ્યાન ખેંચ્યું.ગઈ કાલની ફિલ્મનાં દ્રશ્યો અમારી નજર સામે જ
હતાં એટલા માટે.એ સ્ટેચ્યુની પાસે અમે ઘણા બધા ફોટા પાડીને એ દિવસે વોટ્સએપ
સ્ટેસ્ટ્સ પર રાખ્યા.
પાટણનાં
ફોટા સ્ટેટ્સ માં જોઈને કેટલાક સગાઓએ અને કેટલાંક વ્હાલાં એ ફોન કરીને ઘેર આવાવનું
આમંત્રણ આપ્યું.પાટણમાં સૌ પ્રથમ આટલો મોટો વોટસએપનો લાભ મળ્યો.કામ રિચાર્જ કરીને –કરીને
તૂટી ગયા ત્યારે આજે લાભ મળ્યો.
મંદિરના
પ્રસાદની ચા પીને કુણઘર ગામના નામનો અર્થ શોધ્યા વગર ગાડી પાછી પાટણ તરફ.
ભારત
અને દુનિયાનાં પ્રાચીન શહેરો યુધ્ધની
દ્રષ્ટિએ એવી રીતે વસાવેલાં હતા એ જગ્યા જ
શહેરનું રક્ષણ કરે. જેમકે મહેરાન ગઢ, જુનાગઢ, હૈદરાબાદ, દિલ્હી,ચિતોડ ગઢ, કુંભલ ગઢ આવાં ઘણાં બધા શહેર પહાડીઓ પર વસાવવામાં આવ્યાં હતાં. એ સમય પ્રમાણે પાટણ
ચારેય બાજુથી સપાટ જગ્યાએ વસાવવામાં આવ્યું હતું, આ શહેરનું
રક્ષણ ફક્ત બાહુબળથી કરવાનું હતું.
·
* * * *
કિલ્લાના
તુળેલા ભાગો, કાલિકા માતાજીનું પ્રાચીન મંદિર, લયબધ સવારના સ્મયમાં
વાગતાં રીક્ષાનાં હોર્ન, પોતાના સમયે જાગીને બાથરૂમના બદલે બહાર
આવીને બ્રશ કરતા લોકો,દુકાનના શટર પાસે સફાઈ કરતા વેપારીઓ આવાં અનેક દ્રશ્ય જોઈને અમારી ગાડી “ વીર મેઘમાયા”
સ્મારક આગળ ઊભી ગાડીમાંથી નીચે ઉતારીને સૌ પ્રથમ આળસ ખાવાનું કામ કર્યું. આળસ ખાવી
એટલે અમારી દ્રષ્ટિએ શરીરને રિફ્રેશ કરવું. પણ આ વીર માયાએ તો સદીઓથી ગુલામીમાં રહેલા
આખા સમાજને રિફ્રેશ કરીને પોતાનું બલિદાન સમાજમાં
તાજું લોહી અને વિચારો વહેતા કરવા માટે આપી દીધું હતું.ધન્ય છે વીર પુરુષ તમને અને
નમન છે એ મહાન વિભૂતિને કે જેમણેસમાજ ના હિત માટે પોતાના બત્રીસ લક્ષણા શરીર તરફ પીએન
જોયું કે વિચાર્યું નથી અને બલિદાન આપી દીધું.
કેટલાક લોકો તો પોતાના માથાના વાળ સારા હોયને તો
પણ માથે હેલ્મેટ પણ નથી પહેરતા એવું રોડ સલામતી વાળા ટીવી પરની જાહેરાતમાં કહે છે.વાહ રંગ છે માયા વીર જે મારો સમાજ જીવતાં નર્કના જેવી યાતનાઓ ભોગવતો હતો એને તે તારા બલિદાનના
પ્રતાપથી રાજ સિંહાસન નો અધિકારી બનાવીને એક માનવીય ઓળખ આપી. “વીર માયા મેઘવાળ” તમને
જેટલાં નમન કરીએને એટલાં ઓછાં છે. આવા ઘણા
બધા વિચારો સાથે અને વીર માયા જી ના સ્મારક
તરફ ચાલ્યા.
મુર્તિને
નમન કરીને થોડા આગળ ગયા એટલે ખૂબ જૂનું જીર્ણ સ્મારક આવ્યું અહી કેટલાક રીચ લોકો પોતાનું
પ્રિવેડિંગ શુંટિંગ કરાવતા હોય એવું લાગ્યું, એમનું શૂટિંગ અહી ચાલતું હતું પણ અમે તો જ્યાં જઈએ ત્યાં ફોટો શુટ પહેલું જ હોય.
વિક્રમ
સવંત 1194 મહા મહિનાની અજવાળી સાતમને શનિવારના
દિવસે વીર માયા દેવે પોતાનું બલિદાન આપ્યું હતું.એવિ એક તક્તી અમને અહી જોવા મળી.
·
* *
બે
દિવસથી વોટ્સએપ પર ચાટલા સ્ટેટ્સ ની અસર ઘણા મિત્રો પર થી એમાં “ અમરતભાઈ લૂણી” પોતાનું
બાઇક લીને ‘રાણકી વાવ’ ના દરવાજે મારી રાહ જોઈને ઊભા રહ્યા’ અમરતભાઈ આવે એ ફેલા હું પાછીણ સુંદર બાંધકામના રહસ્યો ઉકેલવામાં તલ્લીન થી
ગયો એટલે એમને મારી એક ક્લાક કરતાં વધારે સમય રાહ જોવી પડી, એક
કલાક રાહ જોવા છ્તા પણ હું બહાર નીકળવાના રસ્તાથી પટોળાં હાઉસની સામે આવેલા પાટણ મ્યુઝીયમ માં આવી ગયો, આવી બધી સંતાકૂકડી પછી મારા 1986
ના મિત્ર અમરતલાલ થી મારી સુખદ મુલાકાત થઈ.
ઇ.સ. 1986 થી 1990 સુધી પાલડી –મીઠી માં હું અને
અમરતલાલ સાથે રહ્યા, અભ્યાસમાં અમે પ્રતિસ્પર્ધી હતા પણ મિત્રતા એવીને એવિ તાજી રહી ગઈ.જ્યાં સુધી
સાજે પાટણ ન છોડયું ત્યાં સુધી લૂણી જી એ અમને ન છોડયા. મિત્રો માટે એમને એમ નથી કહેવાયું
કે “ સો – લાખ્ન માં એક” આવાં મારા અજોડ મિત્ર મળીને મારો પાટણ નો પ્રવાસ સોનેરી રંગે રંગાઈ ગયો.
* * * *
રાણકી
વાવ તો બેજોડ છે ત્યારે તો એને ભારતીય ચલણ પર અને વિશ્વ ધરોહર માં સ્થાન મળ્યું છે.એનાં
શિલ્પો જોવાની, જાપાનીઝ પ્રવાસીઓ સાથે ફોટા પડાવાવની
મજા આવી, બગીચાની લોન પર બેસીને થોડું ધ્યાન ધાર્યું.. દિલ બાગ
બાગ થઈ ગયું...વાહ જિંદગી.
સહસ્રલિંગના
એક પથ્થરને જોઈને એના એંજિનિયરોને યાદ કરાયા, એક હજાર વર્ષ પહેલાંની એમની કોઠાસૂઝ વાહ.
પટોળા હાઉસની મુલાકાત વખતે મે એવી વાત કરી કે મારા
મોટા બાપુ વણાટ કામ કરતા હતા એ આદમી પોતાની ખુરશી પરથી ઊભો થઈ ગયો. હાથ મિલાવી ઘણી
બધી માહિતી આપી.દુપટ્ટા જેટલાં પટોળા નાની કિંમત ત્રીસ હજાર રૂપિયા હતી.સાડી દોઢ લાખ રૂપિયાની
હતી.
પ્રાચીન
એક અખાડો જોયો.
જેટલી
પ્રખ્યાત રાણકી વાવ છે એટલી જ સુંદર “ત્રિકમ બારોટ” ની વાવ છે પણ એનો પ્રચાર પૂરતા
પ્ર્માનમાં થયો નથી એટલે પ્રવાસીઓ અહી આવતા નથી, મારા જેવા પ્રવાસીને અમરતલાલ લૂણી મળી ગયા
હોય એટલે પાટણ ના બધા દરવાજા, ત્રિકમ બારોટની વાવ , અધોરી અખાડો, ઇ.સ. 1773 માં ગાયકવાડે બંધાવેલું શિવ અને કાર્તિકેય મંદિર, બોટલ પામ.. આ બધુ જોવાનું બને.
પાટણનું ભોજન ગ્રહણ કરીને અનેક વોટ્સએપ સ્ટેટ્સ સાથે બેક તું પેવેલિયન...
જય
જય ગરવી ગુજરાત.... જય ભારત...જય હિન્દ...
લેખન : કાંતિલાલ રૂપાભાઈ પરમાર
હરીપુરા

ખૂબ જ સરસ વર્ણન ગમ્યું...સાહેબ
ReplyDelete