આજે સવારે ખેતરે જવાનુ થયું. આમ તો અમારા ગામડાના લોકોને ખેતરે જવું એ સામાન્ય બાબત છે પણ મારા જેવા ક્યારેક જ ખેતરમાં જતા હોય ત્યારે સામે મળતા ગ્રામજનો સ્વાભાવિક પ્રશ્નો તો પૂછે, આ પ્રશ્ન પૂછ્વવા એ સારી બાબત છે કારણકે એના લીધે તમારે કોઈના થી અબોલા રહેતા નથી, વિચારો નું આદાન-પ્રદાન થવાના લીધે ગામડાની પ્રજામાં એક બીજાના સુખ-દુઃખ માં સહભાગિતા વધે છે.
શહેરમાં જાહેર જનતાને કોઈ મુશ્કેલી હોય તો લેખિત કે જાહેરમાં વિરોધ કરી ને કે જેતે અધિકારીઓ ને લોકો રૂબરૂમાં મળીને પણ નિવારણ કરી શકે છે, ગામડામાં મહત્તમ મુશ્કેલીઓ નો ઉકેલ લોકો જાતેજ લાવતા હોય છે એવું મારુ માનવું છે. આમેય આઝાદી નાં આટલા વર્ષો બાદ પણ ગામડા તો કેટલીક બાબતો માં શહેર થી બે ત્રણ સદી લેટ ચાલે છે.
અમારા ગામમાં પૂર્વ દિશામાં એક નાનકડી નહેર ચાલે છે, જ્યારે એમાં નર્મદા ના નીર છલકાતાં હોય નેત્યારે તો એ ગંગા થી પણ વધારે વ્હાલી લાગે છે. આ નીર વહેતાં હોય ત્યારે એને પર કરવા કોઇ નાનો પુલ બાંધવામાં આવ્યો નથી. મારા જેવા યુવાનો તો સાડા ચાર ફૂટ કૂદીને પણ ચાલ્યા જાય જ્યારે સ્ત્રીઓ અને બાળકો માટે એને પર કરવો એટલે ઈંગ્લીશ ચેનલ પર કરવા બરાબર લાગે. એના પર મારા કારીગર ભાઈ શ્રી ધનાભાઈ એ સુંદર લીમડાના લાકડા નો એક જાત મહેનત થી પુલ બનાવ્યો એના પરથી પસાર થતા બહુ હર્ષ ની લાગણી અનુભવી. ગામડાનો માણસ એનામાં પડેલી શક્તિ ઓનો સદપયોગ કરીને હરહમેંશા બીજાને ઉપયોગમાં આવતો હોય છે. આ બાબત નું ઉત્કૃષ્ટ ઉદાહરણ ધનાભાઈ છે.

Comments
Post a Comment