ચોથરનેસડા  પ્રાથમિક શાળા






        ગુજરાતના વાવ તાલુકામાં  એક રોડ બહુ જ પ્રખ્યાત રસ્તો છે, એનું નામ છે.... કસ્ટમ રોડ   આ રોડના કિનારે- કિનારે ઘણાં નાનાં- નાનાં ગામ વસેલાં છે , જેમાં એક ગામનું નામ છે. "ચોથરનેસડા".આ ગામ વાવથી 25 km  ના અંતરે આવેલું છે. તેની પચિમ દિશા એ છેક પાકિસ્તાન બોર્ડર સુધી બીજું કોઈ જ ગામ વસેલું નથી.એકાદ કિમી સુધી મીઠી  જમીન છે, મીઠી જમીન અને રણ ના જોડાણની જગ્યા એ દાદા ભોળેસ્વરનું  નાનકડું મંદિર આવેલું છે,
         ચોથરનેસડા  ગામની વચ્ચે આવેલી છે પ્રાથમિક શાળા.  આ શાળાનું 1999 પહેલાનું ચિત્ર અને આજની પરિસ્થિતી વચ્ચે જમીન આસમાન જેટલો તફાવત છે, 1999 પહેલાં  શિક્ષકો  સજાના રૂપમાં કામ કરતાં હતા, ત્યારે કોઈ શિક્ષકને આખા બનાસકાંઠા માં કોઈ ખરાબ કામ કર્યું હોય અને ઓફિસ એમ વિચારે કે ક્યાં મૂકીએ, તો એને સજા થાશે એટલે એને રણ ના કાંઠે આવેલી , વૃક્ષો વગરની આ શાળામાં મૂકવા માં આવતા.
        આવી ખસ્તાહાલ શાળામાં જૂન 1999 માં  ગામના વતની કરસનભાઇ રાજપૂત હાજર થયા. એમને ડેડ સ્ટોકમાં એક તૂટેલી ખુરશી ,જૂની લાકડાની વિજ્ઞાનપેટી , જેમાં વિજ્ઞાનને લગતું કોઈ સાધન સારી હાલતમાં વધ્યું ન હતું. આ પેટીના જેવી જ હાલત શાળાના વર્ગખંડો અને બાળકોની હતી.
       સૌ પ્રથમ કરસનભાઇ એ શાળામાં બાળકોને ઘેર ઘેર ફરીને ,વાલીઓને સમજાવીને લાવ્યા. બાળકો શાળામાં આવતાં થયાં એટેલે વાલીઓનો સાથ લઈને શાળાની ચારેય બાજુ સૂકા જાંખરાની વાડ બનવરાવી.ગામ રણ ના  કિનારે આવેલું હોવાથી  અહીની ખારાશ વાળી જમીનમાં કોઈ સારા વૃક્ષો થાય એવી  પરિસ્થિતિ ન હતી, એના ઉકેલ માટે  ફરીથી  વાલીઓને બાળકોનો સહયોગ લઈને એમણે સૌ પ્રથમ શાળાના નાનકડા મેદાનની ખારી માટી ખોદીને બહાર નાખી અને ખોદેલી જગ્યાએ તળાવની માટી લાવીને પૂરત કરી પછી નવા વૃક્ષો વાવ્યા. મહેનત ના પરિણામે આજે શાળા નંદનવન જેવી દેખાય છે.નર્મદાનાં નીર આવ્યા પછી ગામમાં વૃક્ષો થયાં છે એ પહેલાં તો ફક્ત લીલોતરીનો અધિકાર શાળા ને જ હતો.
      એકવાર સૂઈગામ ખાતે બનાસકાંઠાના કલેક્ટર શ્રી એ વૃક્ષકથા રાખેલી જેમાં ચોથરનેસડા શાળા નુ સન્માન થયેલ અને સ્વામી સચ્ચિદાનંદ જી ના હાથે  સન્માન પત્ર અને વૃક્ષ નો રોપો ભેટમાં મળેલો.
     વન વિભાગ  તરફ થી પણ અમારી શાળાને પ્રમાણપત્ર મળેલ છે. કરસનભાઈને  વસ્તીગણતરી ની સારી કામગીરી બદલ એવોર્ડ મળેલો છે.
    2007 થી ચોથરનેસડાની  ટીમ સાથે હું જોડાયો , યુવા ટીમ પૂરા જોમ અને જુસ્સા થી કામ કરતી હતી, શ્રેષ્ઠ શાળા માટેનું પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું હતું. થોડુંક સુંદર રંગરોગાન સાથે અમે શાળા ગુણવતા એવોર્ડ માટે  પોતાની એન્ટ્રી નોધાવી,  ઉપરા છાપરી બે વખત  બનાસકાંઠા જિલ્લાનો શ્રેષ્ઠ શાળા ગુણવતા એવોર્ડ મેળવ્યો.
    2009 માં શાળા માં બીએસએફ ની કેમલ સફારી આવેલી, શણગારેલા ઊંટ સાથે સૈનિકો અને એમના અધિકારીયો બોર્ડર નાં ગામડાં માંથી નીકળેલા એ સમયે બપોરના ભોજન બાદ અહી રોકાયેલા તેઓ શાળા પરિવારની આગતા-સાગતા થી અને ગ્રામજનોના પ્રેમથી ભાવવિભોર બનેલ.
     આ કેમલ સફારી પૂરી થયા બાદ થોડા દિવસો પછી સવારની સ્કૂલ હતી એ સમયે અચાનક એક બીએસએફ ની જિપ્સી શાળા નાં દરવાજે આવીને ઊભી રહી, પ્રથમ હથિયાર ધારી બે જવાન ગાડીમાં થી નીચે ઉતારીને બડી અદબ સાથે અને લશ્કરી સલામી સાથે જિપ્સીનો દરવાજો ખોલ્યો, પછી એક રૂવાબદાર અધિકારી એ લશ્કરી ડ્રેસ સાથે નીચે ઉતાર્યા.એમને હેટ પહેરેલી હતી એટલે  અમે તરત એમને ઓળખી ન શક્યા પછી ઓફિસમાં આવીને બેઠા પછી સ્મરણો તાજાં થયાં. થોડી અલપજલપ વાતો થઈ પછી સર વિદાયની છેલ્લી ઘડિયાએ એમણે જિપ્સી માંથી એક પેકિંગ મંગાવ્યું,અને બોલ્યા આ તમારી શાળા માટે....!
   ઉત્સુકતા ખૂબ હતી શું હશે?...પછી તો અમે સર ની હાજરીમાં જ પેકિંગ ખોલ્યું. અંદરથી એક કલાત્મક ટ્રોફી નીકળી. એ ટ્રોફી બટાલિયન તરફથી કેમલ સફારીને મળી હતી પણ સર એ  ચોથરનેસડા  સ્કૂલને આપી દીધી. શાળાને અણમોલ ભેટ છે. હું એને  લશ્કરી સન્માન ગણું છુ. મને ગર્વ છે કે હું આ શાળાનો સભ્ય છું.
      અમારી શાળાની બે બાલિકાઓ ખો-ખોની ટીમના સભ્ય તરીકે રાજ્ય સુધી ભાગ લીધેલ છે. મેદાન નથી પણ શાળા રમત-ગમત ક્ષેત્રે ઘણીવાર તાલુકા જિલ્લા લેવલ સુધી ખેલ-મહાકુંભ અને શાળા રમતોત્સવ માં ભાગ લે છે.
  ગઈસાલના કલામહાકુંભ માં આ શાળાની ત્રણ બાલિકાઓએ જિલ્લા સુધી ભાગ લઈને નંબર પણ મેળવ્યો હતો. નિશાબેન દરજી એ કાનુભાઇમહેતા હોલમાં  એકપાત્રિય અભિનય  કરીને સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.એમનો જિલ્લામાં ત્રીજો નંબર આવ્યો હતો.
     ભરત ભાઈ પરમાર જેમણે ગઈસાલ બાળકવિ  સ્પર્ધામાં આખા ગુજરાત રાજ્યમાં  નંબર મેળવ્યો હતો. તેમની કવિતાઓ રાજ્ય સરકારે એક પુસ્તકના સ્વરૂપે પ્રગટ કરેલ છે.ભરતભાઈને મળેલો નરસિંહ મહેતાના સિમ્બોલ વાળો એવોર્ડ જોઈને અમારી છાતી ગજ-ગજ ફુલે છે.
   અમારી શાળા અત્યારે જે લેવલે પહોચી છે એમાં અમારી સાથે કામ કરતી ટીમનો પણ ભરપૂર સહયોગ રહેલો છે. એમનો પરસેવો સીંચીને આ નંદનવન બનાવ્યું છે.છેલા બે દાયકામાં કામ કરનાર શિક્ષક મિત્રો નો પ આભાર માની એ છીએ.    
   અત્યારે અમારી ટીમમાં અમરતભાઈ કામ કરી રહ્યા  છે જેઓ કચ્છ માંથી જિલ્લા ફેર કરી ને વતન નો લાભ લેવા આવ્યા છે. એમની શક્તિઓ નો મહત્તમ  સદ્પ્યોગ કરી રહ્યા છે.એમનું અને મુકેશભાઇ નુ  પ્રાર્થના  સંચાલન બહુ સુંદર છે. જેમના લીધે અમારી પ્રાર્થનાસભા એક મુઠ્ઠી ઊંચેરી છે.
   સંદીપ ભાઈ  ની ઓફિસની કામગીરી અને કોમ્પ્યુટરને લગતી કામગીરી સંભાળે છે.એમનું દરેક કામ ચીવટપૂર્વક હોય છે. ઉત્સવના સમયે શાળા સુશોભનમાં એમનો ખૂબ સહયોગ હોય છે.
   જોરાભાઈ મારા વિધ્યાર્થી છે જેમેને મે ટડાવ શાળા માં  ભણાવેલા,  મારો શિષ્ય મારી સાથે એ પણ એક ગૌરવ ની ઘટના .લાલજીભાઇ ગામનાં સ્થાનિક પ્રજ્ઞાનાચક્ષુ શિક્ષક છે, અવાજ પારખીને વર્ગ પર ઘણો સારો કંટ્રોલ કરી  શકે છે અને સારું વર્ગકાર્ય કરી શકે છે.

  સોનલબેન અને કૌશિકાબેન  બહાર ગામનાં હોવા છતાં જો વાલી મુલાકાતમાં જાય તો બાળકના દાદા સુધી ઓળખે.શાળા સુશોભનમાં હમેશાં અગ્રેસર હોય.કોઈ પણ નવા પ્રોજેક્ટ પર કામ કરવાનું હોય તો ખૂબ સુંદર કામગીરી કરી બતાવે.
       અમારી શાળામાં એક સર્વોદય પાત્ર રાખીએ છીએ, જેમાં મહિના માં એકવાર શિક્ષકો અને બાળકો દાન સ્વરૂપે પોતાની યથા શક્તિ દાન કરે છે.અમારા અને સ્ટાફના પૈસાદાર મિત્રો જ્યારે શાળાની મુલાકાત લે છે ત્યારે આ પાત્રમાં દાન કરે છે. જેમાંથી જરૂરિયાત વાળા બાળકોને શૈક્ષણિક વસ્તુઓ લાવવા માટે મદદ કરવામાં આવે છે.આ એક સુંદર વિચાર છે જેના લીધે કોઈ ગરીબ વિધ્યાર્થી  ગરીબાઈના લીધે અભ્યાસ અધૂરો છોડતો નથી.
     આવું જ એક હનુમાન પાત્ર છે જેમાં કોઈ બાળકને બહાર થી કે શાળા માંથી  કોઈ  ચીજ- વસ્તુ મળે તો તે સીધી  હનુમાનપાત્ર માં મૂકી દે  છે,  જેની કોઈ વસ્તુ ખોવાઈ હોય તો તે ત્યાં થી મેળવી લે છે. બાળકોમાં નૈતિકતાના ગુણ વિકસાવવા માટે આ પાત્ર બહુ ઉપયોગી છે. આવી ઘણી બધી સારી પ્રવૃતિઓ કરીને શાળા આ જ્ગ્યા એ પહોચી છે. શાળા હમેશાં પ્રગતિ કરે એ શુભેછાઓ સાથે.. જાય હિન્દ....
....
આ છે અમારી શાળાના વર્ગખંડ જેમાં કોઈ પણ મુદ્દો બાળકને શીખવવો હોય તો એને અનુરૂપ સંદર્ભ  સાહિત્ય મળી રહે છે.
મધ્યાહન ભોજન પહેલા બાળકો પોતાના હાથ સાબુ થી ધોઈ રહ્યા છે.
પક્ષી પરબ 
શાળાનું સુંદર ભાવાવરણ , આ ફોટો મે ખેચ્યો પણ આવોજ ફોટો આઇઆઇએમ અમદાવાદે એમની વેબ પર શેર કર્યો છે. 


પક્ષી પરબ ની સાથે માળો, પર્યાવરણ પ્રેમ 
શાળા સ્વછતા પર વિશેષ ભાર મૂકે છે. 
લેખન : કાંતિલાલ રૂપાભાઈ પરમાર
ઉ.શિ ચોથરનેસડા પ્રા.શા.
9 એપ્રિલ 2018
સમય સાજે :7:54 


    
      


Comments

  1. શુ કામ કર્યું!! વાલા

    ReplyDelete
  2. વાહ ગૂડ વર્ક

    ReplyDelete
  3. એકાદ દોઢ વર્ષ પહેલા જ્યારે હુ પોલિસ ખાતામા માવસરી પો સ્ટે મા હતો એ વખતે અવારનવાર આપની શાળા ની મુલાકાત લેવાનુ સદ્દ્ભાગ્ય સાંપડેલુ અદ્દ્ભુત મેનેજમેન્ટ જોવા મળેલુ સહકાર પણ બહુ મળેલો

    એકવાર ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત અમે ટ્રાફિક જાગ્રુતિ નો રથ લઈને આપની શાળામાં આવ્યા હતા અને નાની ફિલ્મનુ નિદર્શન કરવાનુ હતુ મેદાન નાનુ (બિલકુલ ન) હોવાથી દરવાજા પાસે બાળકોને ઉભા રાખી ફિલ્મ નિદર્શન કરાયુ હતુ એ વખતે બાળકોની શિસ્ત થી હુ બહુ પ્રભાવિત થયો હતો સાથે સાથે એ દિવસે આપની શાળાના આચાર્ય અને અમારા સમાજના અગ્રણી એવા કે કે સાહેબે જે અમને પ્રેમપુર્વક જમાડેલા એની મીઢાશ હજી ક્યાંક ગળામા મોજુદ છે ખુબ જ સહકાર મળેલો છે આપની સ્કુલ તરફથી

    ઉત્સાહ પુર્વક કામ કરી બીજાઓ માટે પ્રેરકરૂપ બનવા બદલ તમામ સ્ટાફને સો સો સ્લામ

    કે.જે સોલંકી , ઢીમા

    ReplyDelete
    Replies
    1. આપના સ્મરણો તાજા કર્યાનો આનંદ

      Delete

Post a Comment