sembalpani

            સૌંંદર્યનું  મોરપીંછ- સેંબલપાણી ભાગ-૧
            લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર





                       સૌંદર્યના મોરપીંછ જેવા સેમ્બલપાણીમાં જીવન નો થોડો પણ મધુર સમય ગાળવાનો લ્હાવો મળ્યો.
          સેમ્બલપાણીને લોકો સેબલપાણી પણ કહેતા હોય છે, ચારેય બાજુ પર્વતોથી ઘેરાયેલો જાણે ગુલાબનો ગોટો. સેમ્બલપાણી અંબાજી થી બાલારામ જવાના રસ્તા પર આવેલું છે, સેમ્બલપાણી પહેલાં બેડાપાણી નામનું ગામ આવે છે.અહીંપાણી પુરતા પ્રમાણમાં મળતું હશે અને પાણીનું જીવનમાં કેટલું બધું મહત્વ છે એ દર્શાવવા પણ ગામડાઓનાં નામ પાણી પર થી આપવામાં આવ્યા હશે એવું મારું માનવું છે.
    મારી માતૃસંસ્થા લોકનિકેતનની એક શાખા સેમ્બલપાણી આશ્રમશાળા છે, એની ઉત્તર દિશાના  ખુલ્લા મેદાનમાં રંગબેરંગી ટેંટ બાંધેલા છે,ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખ, બપોર પછીના સવા ચાર આસપાસનો સમય છે, એવા સમયે અમારી ટેક્ષી ત્યાં જઈને ઉભી રહે છે, અમારું સ્વાગત હાથ મીલાવીને CEEના મોભી પાર્થેશભાઈ પોતે જ કરે છે.
       શિયાળા વહેલી સવારે અચાનક ઘરની બારી ખુલ્લી જાય અને ઠંડો પવન શરીરને ઘેરી વળે એમ મને અનેક વિચારો અને સંસ્મરણોનું લખલખુ આખા શરીરમાંથી પસાર થઈ ગયું. પાર્થેશભાઇ સાથે ઢેઢુકી અને લાલ ગેબી આશ્રમ જુનાગઢ માં થેયેલી ચર્ચા-વિચારણાઓ અને અઘરી સંકલ્પનાઓની સરળ સમજુતીઓ યાદ આવી ગઈ. હાથ મીલવતાં- મીલાવતાં દશ વર્ષની સ્મૃતિઓ  હાથ માંથી જાણે સરકતી હોય એમ લાગ્યું.
       બહુ શોર્ટ સુચના મળી,ચા તૈયાર  છે, સાંજે સાત વાગ્યે જમીને આઠ વાગ્યે ખીજડા નીચે મળીએ છીએ.
       અમારી પાસે પરિચય કેળવવા માટે ભરપૂર સમય હતો, બનાસકાંઠા માંથી એક માત્ર તાલીમાર્થી હું હતો, એટલે આજે હું યજમાનની ભુમિકામાં હતો.
          પરિચય-......મારા ચશ્માથી.......આપનાં અલગ પણ હોઈ શકે....
    મહેશભાઈ પરમાર મુળી નજીક નો આ યુવાન શિક્ષક, કાળી દાઢીમાં ધોળું ટપકું, ગજબનું સેંસ ઓફ હ્યુમર,ત્રણ શબ્દોમાં આખી વાત સમજવાની તૈયારી.સામાજિક વિજ્ઞાનને ઘોળીને પીવાની તૈયારી.
   અભેસિંહ પરમાર આ પણ મુળી નજીક્ના, પાંચાળનો પ્રેમી માણસ, રાતના ફાયર કેમ્પના કેપ્ટન. વજનદાર લકડાં ને ખેચવામાંઅને સળગાવવામાં માહેર.
    વિજય ભાઈ કળથિયા અમરેલીનું ગૌરવ ઉપરના બે ની સાથે આ મિત્ર પણ મારા ટેંન્ટ પાર્ટ્નર.જિજ્ઞાસુ અને લાગણીશીલ.
    કચ્છનાં બે મોતી- આબીદ સુમરો અને ઢીંગલો કાઢીને મા દીકરાને બજારમાં ફેરવનાર યોગેશભાઇ  મહેતા. કચ્છી  લોકસાહિત્યની નજીક લઈ જનાર મિત્રો.
    સૌરાષ્ટ્રના પેરીસનો વતની અને તાજી- તાજી પરીક્ષાઓ આપીને માહેર થનાર ભાવિકભાઈ દવે.જાણે રાજકારણી થવાની તૈયારી માટે રાખેલી કાળી દાઢી.
    થોડો મોડો જોડાયેલો પણ વહેલો ભળી ગયેલો અશોકભાઇ મકવાણા, સી.આર.સી. ઓ ને છુટા કરવાની ખુશી એના ચહેરા પર સતત છવાયેલી રહી હતી. સમય રેખા માં સતત મહંમદ ઘોરી જ રહ્યો. એમ તો હરીભાઈ નો સાથ છુટેલો પણ બધાંને એમની હાજરી અનુભવાતી હતી.એવી ચર્ચા મને કાને પડેલી કે હરીભાઈના પ્રશ્નો ના જવાબ આપવામાં તજજ્ઞો પણ બે વાર વિચાર કરતા હતા.
      હર્ષદભાઇ વાળંદ વાંચવાના શોખીન ગૃપમાં પણ વાંચન ચાલુ રાખતા.ચર્ચા તો એવી પણ થતી હતી કે કોઈક કંપનીમાં એમની ભાગીદારી હતી.
     નયનદીપભાઇ અને ભાર્ગવભાઇ બન્ને બીઆરપી મિત્રો બહુ મહેનતુ. કોઈ પણ મુદ્દાને ન્યાય આપવાનો પ્રયાસ કરતા.
     જુનાગઢના નોલેજ કિંગ દીલીપભાઈ મેવાડા. પ્રવાસના શોખીન.સોરઠી સંતોની એમની વાતો કાયમ યાદ રહેશે. રાજેશ ભાઈ પણ એમના સાથી.
   ગાંધીજીના ગામના વિજયભાઇ સોસા નાની નોકરી અને લાંબી ડીગ્રી વાળા હતા. એમની કોમેંટો પર્ફેક્ટ હોતી. સિંહો ની પાસેથી આવતા અને મારું નામ ધરાવતા કાંતિભાઈ વળું. તોળી ને બોલવું,અને મસ્ત બોલવું, એ એમની મનભાવન વાત હતી.
  દિશા ચીંધે દાહોદના મિત્ર સંજય ભાઈ પટેલ અને પ્રતાપભાઇ પરમાર એમની મિત્રતા હમેશાં મને અને મારા મિત્રો ને સાચો રાહ બતાવતી રહેશે.
         પાવાગઢનાં જોવાલાયક સ્થળો વિશે રજેરજની માહિતી ધરાવનાર અનિલભાઇ ખાંટ.કેવી રીતે ફરવું પંચમહાલમાં તો એમની પાસે થી જ શીખી શકાય.
  પાટણ વાળા જયકિશનભાઈ અને મહેસાણાના મિત્ર અને વાવનું પાણી પી ને મજબૂત બનેલા વિજય ભાઈ તો વાત જ ન્યારી.વિજય્ભાઈને તો ગૃપમાં પણ છેલ્લે એડ કરેલા............. મિત્રતામાં છેલ્લે નહી.
    વિક્ર્માદિત્ય હેમુની જેમને યાદ અપાવી હતી એવા મિત્ર અરવિંદભાઈ દેસાઇ , વોટર પાર્કમાં નાવુ હશે તો એમની મંજુરી લેવી પડશે હો  મિત્રો......
   CEEમાં જોડાયાને ફક્ત પાંચ મહિના થયા હોય પણ પાંચ વર્ષથી તાલીમ આપતા હોય એમ જેમણે તાલીમ આપી એવા મિત્ર મિહિરભાઈ રાંભિયા.એમેને ઉજ્જવળ  કારર્કીદી માટે મારી શુભકામનાઓ છે.
      પ્રિયંકા બહેન રાજસ્થાની હોવા છતાં બધું જ ગુજરાતી જાણતાં અને મારવાડી વગરની હિંદી..... વેરી ગુડ.
       જેમની સહી થી આપણને સહુને મઢાવીને રાખે એવું આ તાલીમનું સર્ટી મળ્યું છે, એમના પરિચય માટે મારી આ પેન નાની પડે..............
[ પરિચય માં કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો]
                          લેખક: પરમાર કાંતિલાલ રૂપાભાઈ
                          લખ્યા તારીખ:૦૫/૦૨/૨૦૧૭
                           સમય:રાત્રે   ૧૧.૩૪

Comments

Post a Comment