PAREVA DHODH
પારેવા ધોધ
લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
ત્રીજા દિવસની સવાર પણ આનંદ લઈને આવી, બે દિવસથી તાલીમાર્થીઓની
ડિમાન્ડ હતી કે ઇતિહાસમાંથી બહાર આવીને વાસ્તવિક ભૂગોળનો અનુભવ કરીએ. મારા જેવા બે –પાંચ મિત્ર બપોરની બે કલાકની રિશેષનો
સદ્પ્યોગ આસપાસની નાની ટેકરીઓને રૂબરૂ સલામ કરીને કરેલો.
સાડા અગિયાર વાગ્યે જીલભાઇએ જાહેરાત કરી કે
આજે બપોરના ભોજન પછી આપણે આસપાસના
પર્યાવરણનો તાગ લેવા માટેનો એક નાનકડો પ્રયાસ કરીશું. કયાં ફરવા જઈશું અને કેવી રીતે જઈશું એનો જવાબ જીલભાઈ સિવાય કોઈ
પાસે ના હતો, દરેક પોતાની રીતે જવાબ મેળવવાનો
પ્રયાસ કરતા હતા અથવા તો અનુમાન કરતા હતા
કે આ બાજુની ટેકરી જઈશું.
બપોરના ભોજન પછી તરત જ હું અને બે કચ્છી માડુ
અમારી રાવટીઓની ઇશાન પૂર્વ [અગ્નિખુણામાં ] દિશામાં બે મોબાઈલના કેમેરા
ચાલુ કરીની કેટલુંક શૈક્ષણિક રેકોર્ડીગ કરવા ચાલ્યા ગયા.ભાઈ યોગેશ તો કોઈ દિગદર્શક હોય એમ ચાર મીનીટ સુધી તો સુચનાઓ જ આપી. જંગલની માહિતી કેવી અને કઈ રીતે આપવી. વૃક્ષોની અને ઔષધીઓની સમજ કેવી સરળ ભાષામાં આપવી એની વિસ્તૃત વાત કરી.
મે કેટલાક પહાડી ગીતો આસ્વાદ કરાવ્યો..............જેમેકે... રોઇરો ફુલેણો લા... કાળા મારા જોતા જાય લા.... રોઇઅરાનું સોગું
લળેલા... કાળા મારા જોતાં જાયલા.... અર્થ.. રોઇરો એક વૃક્ષ
એના પર વસંત ઓવારી ગઈ છે એના સુંદર ફુલો ઝુકેલાં છે અને આવતાં-જતાં લોકો એને મન ભરીનેજોતાં જાય છે... અહીં વૃ તો એક ઉદાહરણ રૂપે છે વાસ્તવમાં યુવાની ની વાત કરવામાં
આવી છે, આ ગીત પરથી
પ્રજાની ઉંચા લેવેલ ની લોકસાહિત્યની સમજ નો
આપણને ખ્યાલ આવે છે.
માંય પરણાવી દૂરે દેશ ઝલુકો મેલી દેજે લા.........એણ ઝળુકે ની ઝળુકે પાસી આવું લા...ઝળુકો મેલી દેજે લ્લા......પ્રેમિકા એના
પ્રેમીને કહે છે કે મને બહુ દૂરના વિસ્તારમાં પરણાવી દિધી છે તું મને મળવાના સંકેત
રૂપે અરીસાનું પ્રકાશ પરાવર્તન કરીને ઝબકારા
કરજે એટલે હું તને પ્રકાશની ઝડપથી મળવા માટે આવી જઈશ................ભાઈ ભાઇ …. કલ્પાના માટે
તો આકાશ પણ નાનું પડે હો....
આવું
બધું અમારું રેકોર્ડીગ થાતું હતું એ સમયે
મિહિરભાઈ ની મધૂર વાંસળી[સિસોટી] વાગી. જાણે ઝળુકો આવ્યો, અમે ઝડપથી કામ આટોપીને અમારા નિત્ય સ્થાને આવીને જરૂરી સુચનાઓ
સાંભળી, આ સમયે જીલભાઇ પોતાના ટ્રેકિંગ
માટેનાં બૂટની દોરીઓ બાંધી ને તૈયાર થઈ ગયા હતા.એના પરથી અમને અંદાજ આવ્યો કે અમારે થોડા સમય માં આ કેમ્પ છોડવાનો
હતો.અને પહાડો તરફ પ્રયાણ કરવાનું હતું.
આજે અમે જે
પગપાળા પહાડને જોવા
જવાના હતા, એનું નામ
હતું ‘ખજાનાની શોધ’ મંઝીલ અમારી
સામે હતી ,પણ એને મેળવવા માટે કેટલાક કોયડા ઉકેલીને પછી ત્યાં પહોચવાનું
હતું.૨૦૦૫થી હું આ રમત થી પરિચિત હતો,એમાં પણ અમારી ટુકડીમાં હું બિનહરીફ કેપ્ટન હતો. ટોસ હારી ગયો હતો પણ
ઉત્સાહ નહી.
‘ખજાનાની શોધ’ બાળકોને મુશ્કેલીઓનો
ઉકેલ લાવતાં શીખવે છે, એના માં પરિસ્થિતિઓનો તાગ મળવતાં શીખવે છે.ઉખાણા નો ઉકેલ
લાવતાં શેખવે છે, ભાષા અને સમાનાર્થી શબ્દોની સમજ કેળવે છે, સંજ્ઞાઓની સમજ
આવે છે.એક જ રમત માંથી બાળકમાં ઘણાં બધા કૌશલ્યોનો વિકાસ થઈ શકે છે.
અમારી બે ટીમને
અલગ- અલગ રસ્તે થી જંગલમાં પ્રવાસ કરવાનો હતો, હું કપ્તાન હોવાના નાતે પ્રથમ તો મે મારી ટુકડી ના સભ્યોની
ગણતરી કરી ને સાથે રહેવાની સુચના આપી. કેમ્પમાંથી બહાર આવતાંની સાથે જ એક ચિઠ્ઠી મળી
એનો ભેદ ઉકેલીને બધી જ ચિઠ્ઠીઓ સાચવવાની જવાબદારી
અભેસિંહભાઈ પરમારને સોંપી કારણકે ચિઠ્ઠીઓના પણ ગુણ મળવાના હતા.
ભારી ઉત્સાહ સાથે
અમારી ટીમ ઉજ્જ્ડ, ઉંચા ડુંગરાઓ
તરફ પ્રયાણ કરી રહી હતી.મહા મુશ્કેલી ચિઠ્ઠીનો ભાવાર્થ સમજવો અને એના પછીનું લોકેશન
નક્કિ કરવું એ હતો. ચિઠ્ઠી મળે એટલે કિકિયારીઓ સાથે એનું સ્વાગત થાતું ખોલ્યા પછી દરેક
પોતાની સમજ પ્રમાણે એનો અર્થ તારવતું અને હવે પછીનું સ્થળ કેવું હશે એની ધારણા કરવાનો
પણ પ્રયાસ થાતો.
મંઝીલે પહોચતાં
સુધીમાં તો અમને અહીંનાં વૃક્ષો,પહાડો,જમીન, પાક,ચેક્ડેમ,ઘર.ઘરનું બાંધકામ, ખેતર,ખેતરની વાડ,પાળેલાં પશુ,ધાર પર
ઉભેલી વરીયાળી[ લાડી વરિયાળી વેરાવું તારે
ગુદરે..... એ અમારું લગ્ન ગીત યાદ આવી ગયું], પોક ખાવાની ઇચ્છા
થઈ જાય એવા ઘઉં, ફુલ વગરના ખાખરાનાં વૃક્ષો, વિવિધ આકારો...ઉપસાવતા પથ્થર... આપણી દ્ર્ષ્ટી ના..હો.
ચિઠ્ઠીઓ મળતી રહી, કિકિયારીઓ
પડતી રહી અને મોગામ્બો ખુશ થાતો રહ્યો.............મધૂર ગીત ગાતાં ગાતાં કારવાં ચાલ્યો
આગળને મારી ટીમ જીતી ગઈ. અમારી મંઝીલ હતી’ પારેવા ધોધ’
હજારો વર્ષોથી પાણીથી ઘસાયેલા પથ્થરો પર એકાદ કલાક બેઠક લીધી.અહીં
અમે મિહિરભાઈ, પ્રિયંકાબહેન અને જીલભાઈને સાંભળ્યા, જીલભાઈની વાતો
ચાલુ હતી એ સમયે એક કલકલીયો ઉડતો દેખાયો, એમની નજર ગઈને એના સાથે
અહીંના ઘણા બધા પક્ષીઓની ખાસિયતો અમને કહી.ધોધમાં રહેતું ડેડુની વાત પણ કરી આએક પ્રકારનો
પાણી નો સાપ છે એની સમજણ આપી.
હવે અમારે પડાવ પર જવાનું હતું, થાક હતો છતાં પણ ઉપર ગુફામાં આવેલાં ત્રણ હજાર વર્ષ પહેલાં નાં ચિત્રો જોવાનું
અમે બધા ચુક્યા નહીં. જે ગુફા તરફ અમારે જાવાનું હતુ એ એક્દમ ચઢાણ પર આવેલી હતી, થાક્યા
પછીનું આ ચઢાણ અમારી બધાની તાકાત અને ધીરજની કસોટી કરી ગયું.
ખુબ જ થાક પછીની ઊંઘ..................ઓહ્હોહો......
ગૂડ બાય સેંબલપાણી...............
આવજો મિત્રો... અહીં આ બ્લોગ પર મળતા રહેજો.
લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
લખ્યા તારીખ:૦૭/૦૨/૨૦૧૭
સમય: રાત્રે
૮.૪૭


Nice..sir..
ReplyDeleteBhomiya vina made bhamvata dungara...
ReplyDeleteVah. Saheb. Vah