Good Morning Tharad

 Good Morning Tharad
લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર



થોડા  રેશ સાથે  નર્મદાની  નહેર પર છડીએ એટલે આપણને  થરાદ દેખાવા લાગે.વહેલી સવાર હોવાથી નર્મદાના ગરમ પાણીમાંથી નીકળતી વરાળ તમને અમી ચાંટણા કરતી હોય એમ લાગે. નહેરેની ડાબી બાજુ નજર કરતાં   જ  એક વિશાળ ગૌશાળા અને તૈયાર થતો  સ્મશાન ઘાટ દેખાય. શિવ  સાથે જેણે નાતો  તોડી નાખ્યો છે , એવા દેશ માં થી  આવીને વસેલા અને હવે ભારતમય બની ગયેલા લોકો જ્યાં વસે છે એ નગર એટલે શિવનગર. મહેનતકશ અને મળતાવડા લોકોનું નગર શિવનગર . પશ્ચિમ દિશા એથી થરાદ નું પ્રવેશ દ્વાર .
    નહેરનો ઢાળ ધીમે ધીમે ઉતરીએ એટલે ઉગતા સુરજની સવારી સાથે શિવનગરની મોટી બે માળની શાળા પણ દેખાય. વાહ... શિક્ષણ અને સુર્ય આવતો સમય ભવ્ય જ હોવાનો.....
      અમારો ઢીમા વાળો રોડ નેશનલ હાઈ-વે ને અડે ને એટલે થોડી ઝણઝણાટી   દરીયા અને દિલ્હીને અડ્યાની થાય, ભારતના નક્શામાં આ રોડ ભાગ્ય રેખા જેવો હો. દેશના ભાગ્યના લેવલને ઉપર  લઈ જવા માટે મારી દ્રષ્ટીએ આ રોડ મહત્વનો ભાગ ભજવે છે.નેશનલ હાઇ-વે પર થોડાક મીટર ચાલો એટલે ત્રણ નાના-નાના બંપ આવે જે તમને હલબલાવી  નાખે અને કહે કે જો સુઈ ગયા હો તો જગો થરાદ આવી ગયું છે.
     આ ત્રણ બંપની પાસે ઝુકીને ઉભેલો પ્રાચીન લીમડો જાણે આપનું સ્વાગત કરતો હોય એવો ભાસ થાય. એ લીમડાની ડાબી બાજુમાં વળતો રોડ આપને આધુનિક શાસકોના આરામગૃહ પાસે લઈ જાય.૧૯૯૪/૯૫માં આ આરામગૃહ નું વાતાવરણ કંઈક અલગ પ્રકારનું હોતુ.શનિ-રવિના દિવસોમાં તો મેળા જેવું વાતાવરણ અપને જોવા મળતું.એ સમયે પહેલી વખત વાવ-થરાદ ના MLA માવજી ભાઈ સાહેબને લાલ લાઈટ મળેલી.
     પાછા નેશનલ હાઈ-વે પર  આવીને  વીસ-પચીસ મીટર ચાલીએ એટલે આવે રેફરલ ત્રણ રસ્તા, મારે આ ત્રણ રસ્તે ઉતરવાનું હોય તો હું તરત જ ગાડીના ચાલકને બૂમ પાડું ઓ ભાઈ આંબેડકર બાપુના પુતળે ગાડી ઉભી રાખજો.આમ જનતા ને ઘણીવાર ખબર હોતી નથી, કેટલાક લોકો મારા ચહેરા સામે જુઓ અને પછી એક બીજાના ચહેરા સામે જોઈને આંખોથી જ પ્રશ્ન કરે કે આ ભાઈ શું કાહેવા માગે છે?
  આ મુર્તિ ના દર્શન થતાં જ મારું મન  એ ગીત ગાવા લાગે............ મારો શીતળ વડનો છાયો... મારો ભારતનો ભીમરાવ..ભવ્ય લલાટ,નીડર આંખો,હાથમાં મજબૂતાઈ થી પકડેલું બંધારણ,ઇસ્ત્રી ટાઈટ કપડાં, દમદાર બૂટ.હાથ ઉંચો કરીને દેશની એકતા અને અખંડિતતા માટે કરેલી નિશાની............ આમ ભવ્ય પ્રતિભા અને પ્રતિમા.
    એક વખત અમારે મિત્રોની સાથે ડિસાના એક સ્થળ વિશે ચર્ચા થતી હતી,મારા ગૃપના એક મિત્રે કહ્યુકે એ સ્થળ ક્યાં આવ્યું, મેં  કહ્યું કે આંબેડકરનું પુતળું છે ને એની સામેનો રસ્તો.  એનો બીજો પ્રશ્ન આવ્યો કે પણ આ આંબેડકરનું પુતળું ક્યાં આવ્યું,? મેં કહ્યું આપ રહેવા દો આંબેડકરજી તો અમને જ દેખાશે........!!!
    આંબેડકરના પુતળાથી થોડા આગળ જઈએ એટલે પરિવહનના મુખ્ય સાધન જેવી જીપો આડી અવળી પડેલી દેખાય.જીપો તો અપભ્રંશ થયેલો શબ્દ છે, જનરલ પરપઝ પરથી આવેલો શબ્દ છે. ગઈ કાલની ડિસા.....ડિસા.. [ડિસા કહેતા કયારેક સાડી પણ થાતુ હશે]એવી  બૂમો પાડીને ખોખરા અવાજને વધુ ખોખરો કરવા માટે જાણે એ ખાખી બીડીઓ પિતો હોય એવો જીપનો  ચાલક મળી જાય તો નવાઈ ન પામવું.
  થોડા આગળ વધી એટલે મુસ્લીમ સ્ત્રીઓ હારબંધ બેઠેલી જોવા મળે, એમની આગળ લીલા ઘાસના ભારા  પડેલા હોય અને  આવતા- જતા લોકોને વિનંતી કરતી હોય કે ગાયોને ચારો નાખો સાહેબ..........!!... પણ  સાહેબે રાત્રે મોડે સુધી ગૌસેવા નાં સ્લોગન ફેસબૂક અને વોટ્સ એપ પર  કોપી પેસ્ટ કર્યા હોવાથી થાકેલા છે.......!!...છતાં ઘણા મિત્રો સવારે કસરત કરવા આવ્યા હોય તો પુણ્યનું કામ પણ કરતા જતા મેં જોયા છે.
      મારા માટે થરાદ કારાકોરમના ઘાટ જેવું, ગમે ત્યાં જવું થરાદ થઈને જ જાવું પડે.
                               લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
                               લખ્યા તારીખ:૦૯/૦૨/૨૦૧૭
                               સમય: રાત્રે ૯.૧૭

                                      

Comments

  1. hariram bhai aap niyamit vachak chho eno aannd chhe.........

    ReplyDelete
  2. આપની વાંચનકળા ખિલતી રહે એવી શુભકામનાઓ...........

    ReplyDelete
  3. Nice work

    Vav tharad vise saras nibandhatmak lekho lakhva badal abhinandan. Thoda jodani dosho chhe pn e kadach type mistake na karane hoi sake!
    By the way sundar lekho!
    Vav visena sunadr lekh pn watsap pr viral thayo chhe.
    Good job!
    Keep it up!

    ReplyDelete

Post a Comment