મોરપીંછ

     સૌંદર્યનું મોરપીંછ- સેંબલપાણી ભાગ-૨
     લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર


સેંબલપાણીની  રાત
     જમ્યા પછી આઠ વાગ્યે પહેલી મિહિરભાઈની સીસોટી વાગી, ખીજડાના ઝાડ નીચે પ્રાચીન સમયની જેમ બેઠક જમાવી. આગળના ભાગમાં બે પગથિયાં વાળો ઓટલો એની સામે લીલું કંતાન પાથરીને અમે વીસ બાવીસ મિત્રોએ જમાવી. પહેલી બેઠક હોવાથી જીલભાઈ,મિહિરભાઇ અને પ્રિયંકાબહેને સામાન્ય સુચનાઓ આપી પછી બધાનો પરિચય લીધો.
      એક કલાકની આ બેઠકમાં દરેક મિત્રે પોતાનું નામ અને જિલ્લાનું નામ કહ્યું.મારો વારો આવ્યો મારે થોડી આછેરી બનાસકાંઠાની માહિતી આપવી હતી મેં મંચસ્થ મિત્રોની અનુમતિ લઈને મારી મનભાવન વાતો કરી. જેના કેટલાક અંશ...............બનાસકાંઠાની પૂર્વ-પશ્ચિમ લંબાઈ વધારે છે.ગુજરાતનું પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી  આ જિલ્લા આવેલું છે.ઇંડો-પાક બોર્ડરના રણમાં 'ઘુડખર' જોવા મળે છે.ગેલા વાળા હનુમાનજી નાળિયેર વાળા હનુમાનજી તરીકે પણ ઓળખાય છે. સો કરતાં વધુ ટ્રક ભરી શકાય એટલાં નાળિયેર તો હાલ  બગડ્યા વગરનાં પડ્યાં છે.....!! નાળિયેર બગડતાં જ નથી.હાલમાં ભારત- પાકિસ્તાન  સીમા જોવા માટે નિયમોમાં ઘણી બધી છુટછાટ આપવામાં આવેલી છે, પહેલાં સરહદ દર્શન કરવા માટે બહુ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું.... છતાં પણ કયારેક જ સીમા સુધી જઈ શકાતું. જ્યારે હાલમાં ફક્ત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાથી અને આપનું મુળ ઓળખકાર્ડ સાથે રાખવાથી આપ  સીમા દર્શન આરામથી કરી શકો છો.
        ત્રિશુળ તળાવનાં પક્ષીઓ, લુણી નદીનો ખારો અને ખાલી પટ્ટ, મુળેશ્વર અને કપિલેશ્વર મહાદેવ, ઢીમાનો મેળો વગેરે જોવાલાયક .............!!
       મારી વાતોમાં મે ફિલ્ડ માર્શલ સામ માણેકશા,રણછોડભાઈ પગી, આપણા ભુતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ નીલમ સંજીવ રેડ્ડી વગેરી ને યાદ કર્યા.મારા મિત્રોનું કહેવું હતું કે આ સપ્લીમેંટરી માહિતી સારી હતી. એમને એ ગમી.
    જીલભાઇએ એમની વાતો શેર કરતાં કહ્યું કે અહીંના પક્ષીઓ વિશેની તેઓ એક બૂક લખી રહ્યા છે, જે લખવા માં પડેલી મુશ્કેલીઓ અને વિશિષ્ટ અનુભવોનીવાતો પણ કરી.પોપટ, તોતો અને સુડો એની સમજ ઘણી રસપ્રદ રહી.ગળાનો કાંઠલો, ચાંચનો રંગ, ઉડતી વખતે થાતો અવાજ એક પક્ષી વિદ ન થવાય તો કાંય નહી પણ સ્થાનિક પક્ષીઓના સારા જાણકાર તો આપ જરૂર થઈ શકો.પક્ષીઓ વિશે ની વાત દરમ્યાન મેં મારા પક્ષીઓનાં મહાન ફોટોગ્રાફર ફાલ્ગુની મારવાડીને યાદ કર્યા.
  મારી બનાસકાંઠા વિશેની વાત ચાલતી હતી ત્યારે એકદમ જીલભાઇ ઉપર જોવા લાગ્યા ત્યારે મેં એમને પ્રશ્ન કરેલો જેના ઉત્તરમાં એમણે કહેલું કે બહુ લાંબા સમય થી તેઓ આ જંગલમાં મોટી ચીબરીશોધી રહ્યા છે જે હજી સુધી એમને જોવા મળી નથી પણ તમારી વાત ચાલતી હતી ત્યારે એક પક્ષી અહીં ઉડ્યું એટલે એ જુની શોધખોળ તાજી થઈ.
  જીલભાઇએ બીજી વાતોની સાથે રૂબીન ડેવીડ નું પુસ્તક “પીંજરાની આરપાર” વાંચવાની  ભલામણ પણ કરી.સિંહણના પીંજરાના સમારકામ  વખતે હાથની આંગળી લોહી ભીની થઈ એ વાતે મિત્રો પણ ગમગીન થઈ ગયેલા.બાકોરના અનુભવો અને માઉંટ આબુમાં અજગરે ભરેલું બચકુ.... એક એક વાત આપને પણ સાહસ કરવા પ્રેરે એવી હો...
     પ્રિયંકાબહેનની સાથે મે મારા જયપુરના અનુભવ કહ્યા, તેઓ જયપુરનાં હતાં માટે.રાજમહેલ, જંતર-મંતર અને દિગંતર  સંસ્થાનીવાતો કરી. સીકોઇડીકોન ના રોકાણના અનુભવો પણ કહ્યા.રોહીત ધનકરજી કેમ ભુલાય...!!ગાયત્રીદેવીના અવસાનના એ દિવસોમાં આખું જયપુર શોકમાં ડુબી ગયં હતુ એવાત પણ કરી.
     બીજા દિવસની સવાર ઘણી વહેલી પડી, કારણ................... પહેલીવાર  ટેંન્ટમાં સુવાનો અનુભવ,એમાં પણ અંદર લાઈટ વગરનો, ઘણા દિવસે નીચે તો સાહેબ આપ સુવો તો ખ્યાલ આવે.....!! ટેંન્ટમાં મચ્છર મારવાની છાંટેલી દવાની વાસ અને અધુરામાં પુરૂ સિતેર થી સો મીટરના ઘેરાવામાં લયબધ બોલાતાં શિયાળવાંનાં ઝૂંડ.
   મોબાઈલ ચાર્જ કરવાના પંદર કરતાં વધુ પોઇંટ હતા જેના લીધે સવારે છ ને ચુમાલીસે ઉઠીને એક ચા નો ગ્લાસ ભરીને  અમારા ટેંટ મેદાનના પૂર્વ છેડે આવેલી એક ટેકરી પર ચડી ગયો.સુરજ ઉગવાનું એટલું મનોહર દ્રશ્ય હતું કે આનંદની  અસંખ્ય ક્ષણો રોમ રોમમાં ખુશી ફેલાવી રહી હતી.બરાબર સાતને એકવીસ થયા એટ્લે સુરજ મહારાજે  અરવલ્લી પર્વતમાળામાંથી ડોકિયું કર્યું.
       ઘણા સમય થી હું અને મારા સાથી મિત્રો કુદરતી સૌંદર્યનું ચિત્ર બાળકોને દોરવીએ છીએ,અદ્દ્લ એ ચિત્રના જેવું જ આ દ્રશ્ય હતું.ઉંચાનીચા પહાડો,ધીરે-ધીરે બહાર આવતો સુર્ય, ખાખરાના જંગલ, સવારના સમયનો સદ્પ્યોગ કરીને પોતાનો મધૂર કંઠ રેલાવતાં પક્ષીઓ..............પરમત્તત્વની કૃપા વિના આવા વાતાવરણને અનુભવવુ અતિ મુશ્કેલ.[ આપ પણ નજીકના ભવિષ્યમાં સવારના સમયમાં સુર્યનાં દર્શન કરો એવી શુભકામનઓ]
    ફોટોગ્રાફી અને ચા નો ગ્લાસ આ બે કામ પુરા કરીને  તંબુમાં આવ્યો.વિશાળ બોરડીના ઝાડ નીચે અમારો તાલીમવર્ગ શરૂ થયો.મિહિરભાઈની વાતો,ખુશ્બુબેનનાં ઉદાહરણ અને પ્રિયંકા બહેનની પુરતતા સાથે તાલીમ ધમ્ધોકાર આગાળ ચાલતી હતી.................
  કાલે જઈશુ ખજાનો શોધવા રહેજો  સાથે........કલ મિલતે હે જી............... જય હિંદ
                                 લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
                                 લખ્યા તારીખ:૦૬/૦૨/૨૦૧૭

                                સમય: રાત્રે  ૯.૫૯

Comments

  1. Nice..sir..aapna satya aanubhavo rochak lage chhe. ..kalpnik pravas thai jay chhe. .aapna anubhavo sher karta raheso..khub janava nu male chhe. ..

    ReplyDelete
  2. Nice..sir..aapna satya aanubhavo rochak lage chhe. ..kalpnik pravas thai jay chhe. .aapna anubhavo sher karta raheso..khub janava nu male chhe. ..

    ReplyDelete
  3. Khub saras lakho cho Kantibhai! Vanchwa ma ghanu gnyan aney anand madey che.

    ReplyDelete

Post a Comment