chutani...
·
મતદાન સાહિત્ય નો સમજી ને અભ્યાસ કરવો.
·
મતદાન ના દિવસ ની માનસિક તૈયારી રાખવી.
·
આપ ની ટીમ સાથે આત્મિયતા નો ભાવ રાખો.
·
મતદાન દિવસે કોઇ વિશિષ્ટ પરિસ્થિતિ[ડખો] ઊભી
થાય તો આગળ આવી ને શોલ કરો, મારે શું ?? એવું ન વિચારો.
·
આપ ની ટીમ ના દરેક સભ્ય નો પરિચય અને મોબાઇલ
નંબર મેળવી લેવો.
·
ઝડપી નિર્ણય લો, કામ માં ઝડપ
રાખો.
·
પરિવાર નો સભ્ય સક્રિય રાજકારણ માં હોય તો આ
દિવસો માં એમની સાથે ની જાહેર મુલાકતો ટાળો.
·
મતદાન ના દિવસે મોબાઇલ નો ઊપયોગ નહિવત કરો.
·
તમે પણ એક આપણા દેશ નાં નાગરિક છો, તમારી પણ એક રાજકિય વિચાર ધારા હોઇ શકે છે, છતાં પણ દરેક મતદાતા ને સમનજરે જુઓ અને
સમવર્તાવ કરો.
·
મતદાન અધિકારી તરીકે ની તાલીમો યોજાય એમાં
પુરતું ધ્યાન આપો જેથી કરી ને આપ આપની જવાબદારી સારી રીતે નીભાવી શકો.
·
તાલિમ ના સમયે ઓફિસ અને ઝોનલ અધિકારી નો મોબાઇલ
નંબર મેળવી ને સેવ રાખવો.
·
તાલિમ ના સમયે
મતદાન પ્રક્રિયા અંગે કોઇ પ્રશ્ન હોય તો અચૂક એનો ઊકેલ લાવી દેવો.
·
નારાજગી હોય તો પણ ઊપરી અધિકારી ઓ ની સાથે માન
પૂર્વક વર્તવું.
·
મતદાતા ઓ સાથે જરૂર પુરતી જ વાત કરવી,બિન જરૂરી પ્રશ્નો ઊભા ન કરવા.
·
પોલીસ સ્ટાફ મતદાન મથક માં આવી ન શકે પણ એવી
જરૂરીયાત ઊભી થાય તો મુખ્ય મતદાન અધિકારી બોલાવી શકે.
·
મતદાન સામગ્રી કાઉંટર ઊપર થી લીધા પછી એનું
મેળવણું કરો, ખુટતી સામગ્રી પણ તરત મેળવી લેવી.
·
ઇલેકટ્રોનિક વોટીંગ મશીન મેળવ્યા પછી એની બેટરી
ની સ્થિતિ જોઇ લેવી, બેટરી હાઇ બતાવે
એ જરૂરી છે.મશીન માં મોક કોલ કરી ને એ ખાત્રી કરી લેવી કે એ સાચી અને સારી રીતે
કામ કરે છે.
·
આપ આગળ ના દિવસે મતદાન મથકે પહોચી જશો,આસપાસ ની પરિસ્થિતિ અને મતદાન સામગ્રી નો
અભ્યાસ કરી લેવો.
·
જે રૂમ માં મતદાન થવાનું એને જોઇ લેવા નો, હવા ઊજાસ વિશે પણ વિચારવું.મતકુટીર બનાવતી
વખતે એ ખાત્રી રાખવી કે શાળા નું ટેબલ બગડે નહી.
·
શક્ય હોય તો આગળ ના દિવસે ટીમ ના દરેક સભ્ય ને
કામગીરી ની વહેચણી કરી દેવી જેથી કરી ને તેઓ
માનસિક રીતે તૈયાર રહે.
·
ટીમ ના સભ્ય ની કોઇ ભુલ થાય તો એજંટો ની સામે
એને ઊતારી ન પાડતા એનું યોગ્ય નિરાકરણ
લાવવું.[ વાત બહાર જાય નહી]
·
આગળ ની રાત્રિ એ પુરતી ઊંઘ લેવી જેથી કરી ને
મતદાન ના દિવસે સુપેરે કામ પાર પાડી શકાય.
·
ક્યા કાઉન્ટર પર કઈ સામગ્રી આપવા ની છે એના પ્રમાણે વિભાજન કરી
દેવું.
·
મશીનના નંબર,સ્ટ્રેપશીલ અને
પેપર શીલ ના નંબર તથા મતદારો ની સંખ્યા{સ્ત્રી-પુરૂષ} અને મતદાન ની ટકાવારી આ નોધ આપ ની અંગત ડાયરી
માં પરિણામ ન આવે ત્યાં સુધી અચુક રાખવાં.
·
પ્રમુખ અધિકારી ની ડાયરી સવાર થી ભરવા ની ચાલુ
કરી દેવી,અન્ય મતદાન અધિકારી ઓને એમને સોપેલ કામગીરી
સામે સહી ઓ કરાવવી.
·
ઇલેકટ્રોનિક વોટીંગ મશીન ને ગુંદર, ફેવીકોલ,આગ થી સાચવવુ, દબાય કે પછડાય
નહી એની ખાત્રી રાખવી.
·
એજન્ટો ને મોક કોલ વખતે હાજર રાખવા પણ હાજરના
હોય તો મતદાન ના સમય મા કોઇ ફેરફાર ન કરવો.
·
પેપરશીલ માં એજંટો ની સહી અચુક લેવી.
·
પત્રક 23 –ખ
ભરવું અને એમાં એજંટો ની સહી ઓ
અચુક લેવી.[ આ પત્રક ની પરિણામ વખતે ખાસ જરૂર પડે છે.]
·
કોઇ પણ જાત નો પ્રશ્ન ઉભો ન થાય એવા પ્રયાસ
કરવા.
·
સવાર થી એક જ જેવો નિયમ રાખવો..... જેમકે આધાર-પુરાવા હોય તો જ
મતદાન કરવા દેવું.[કોઇ એક પણ આપ આધાર પુરાવા વિના મતદાન કરવા દેશો તો પાછાળ થી
પ્રશ્નો ઉભા થાશે]
·
દર બે કલાક આપવા ના આંક્ડા નિયત સમયે તૈયાર
રાખો.
·
કામ માં ચોક્સાઇ અને ઝડપ હોવી જરૂરી છે.
·
આપ ની યોગ્ય માગણી ની વિનય પુર્વક ઊપરી અધિકારી
ને રજુઆત કરો.[ઘણી વખત સામગ્રી જમા કરાવી રહ્યા પછી રાત્રે બહુ મોડું થઈ જતું હોય
છે એવા સમયે આપનું રહેઠાણ દૂર હોય}
·
સામગ્રી યોગ્ય કાઉંટર પર જમા કરાવો જેથી કરી ને
આપ નું નામ માઇક પર ન આવે.
·
સમગ્ર ચુંટણી પ્રક્રિયા ને ગંભીરતા થી લો.
·
મતદાન મથક માં કોઇ પણ બિનજરૂરી ચર્ચામાં ન ઉતરો.

Comments
Post a Comment