ઉત્કર્ષ મંડળ સાથે સ્નેહ ભોજન લેખન: કાંતિલાલ હેમાણી
જાન્યુઆરી મહિનાનો આજે છેલ્લો દિવસ હતો, અનેક કામ ની વચ્ચેથી સમય
લઈને આજે બનાસનદીના કિનારે વસેલા ડીસા શહેરની બાજુમાં આવેલા ભીલડી ગામે જાવાનું હતું.
ભીલડી શેર મતલબ કે શહેરનું નામ લેતાં જ
મને “કાળિડા ભમ્મર વાળું “ ગીત મારા હોઠો પર આવી જાય, આજે પણ
આ ગીત ને ગળાના ભાગમાં રમાડતાં- રમાડતાં રાસિંગભાઈ
રાઠોડની નવી બોલેરો ગાડીમાં બેસીને પ્રયાણ કર્યું .. ભીલડી તરફ..!
થરાદથી મારી સાથે મિત્રોમાં રવજીભાઇ બોચીયા જેઓ એમના પહેરવેશના
લીધે અને ઠ્હકા સાથે બોલવાના લીધે મિત્ર
વર્તુળમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે,બીજા મિત્ર નવી બોલેરો વાળા,પછી સી.આર.
વાણિયા નામ હી કાફી હે ,રમેશભાઈ અને રાયમલ ભાઈની સાથે ભાવેશભાઈ હતા. જીણો મુદ્દો
અને મોટી વાતો સાથે થરાદ ડીસા હાઇવે પર અમારી ગાડી ચાલી રહી હતી, ગાડીની ઝડપ કરતાં
વિશેષ સ્પીડ થી મારા વિચારો દોડી રહ્યા હતા.
વિચારોમાં મુખ્ય મુદ્દો હતો “ઉત્કર્ષ મંડળ”[અનુસુચિત જાતિ અને
અનુસુચિત જનજાતિ ના શિક્ષકોનું સંગઠન] આ નામ છેલ્લા એક વર્ષથી સતત મારા વિચારોમાં
અગ્રેસર રહ્યું છે.
આ એક શિક્ષકો નું સંગઠન છે અને એ શિક્ષકોની સાથે-સાથે સમાજ
હિતનાં કાર્યો સતત કરે છે. આ મંડળના અનુસંધાને આજે અમારે ભીલડી ખાતે મળવાનું હતું.
અમને લોકેશન આપવામાં આવ્યું હતું “ હોટલ સિલસિલા” આપેલા સમય કરતાં એક મિનિટ પહેલાં
અમારી ગાડી ત્યાં પહોચી ગઈ હતી, હાઇવે પરની હોટલના પ્રમાણમાં આ હોટલ મને વિશેષ
એટલા માટે ગમી કે એના પાછળના ભાગે નાનો પણ
સુંદર લોન વાળો ગાર્ડન હતો, અને આગળના ભાગે એક નહીં પણ બે દેશી તોપ ગોઠવેલી હતી.
આવું મજાનું વાતાવરણ હોય અને મારા સ્ટેટ્સમાં એના ફોટા હોય નહીં એવું બને?
નિર્ધારિત સમયથી થોડો વિશેષ સમય લઈને બાબા રામદેવપીર ના મંદિરે
અમારી બેઠક મળી , આખા બનાસકાંઠા જિલ્લાના બધાજ તાલુકાના પ્રમુખશ્રી, મંત્રી શ્રી
અને ઉત્કર્ષ મંડળીના તાલુકા ડિરેક્ટર
શ્રી હાજર હતા. મંચ પર જિલ્લા પ્રમુખ શ્રી
વાલાભાઇ , મહામંત્રી શ્રી જીતેન્દ્રભાઈ ની સાથે જિલ્લા ઉત્કર્ષ મંડળીના ચેરમેન શ્રી
સંજયભાઈ અને મંત્રી શ્રી છગનભાઈ હતા.
કોઈપણ સંગઠનની સફળતા એના સભ્યો સાથે વિચાર વિમર્શ કરીને લોકશાહી
રીતે નિર્ણય લેવામાં આવે તો એનું આયુષ્ય ઘણું લાંબુ રહે છે. એ વાતને અનુરૂપ આજે ઉપસ્થિત
બધા જ તાલુકાના પ્રમુખ શ્રીનાં મંતવ્યો જાણવામાં આવ્યા.
હવે મને લાગતું હતું કે
જાય ભીમ અને જાય બાબારી સાથે આજની બેઠક
પૂરી થાશે એ જ સમયે ડીસા તાલુકાના ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી હિતેશભાઈ પોતાની જ્ગ્યાથી ઊભા થઈ ને આગળ આવ્યા અને પોતાના
બને હાથ જોડીને સાથી મિત્રોને વિનંતી કરી કે અહી બાજુમાં જ ચાલતાં જઈ શકાય એટલું
દૂર મારું ઘર છે , આપ સર્વે મારા આંગણે આવીને પછી પોતાના માળા તરફ પ્રસ્થાન કરશો
જી.
મારા મનમાં અને મારા સાથીઓના
મનમાં પણ અવઢવ થઈ કી 55 કરતાં વધારે મિત્રો એ સાજે સાડા આઠ ના સમયે કોઈના ઘેર જવાય?
અંદાજિત સો ડગલાં પછી હિતેશ ભાઇનું ઘર આવી
ગયું. હારબંધ ધાબા વાળાં સુંદર મકાનો મકાન કરતાં પણ એમનું દિલ ઘણું મોટું લાગ્યું. એમના ઘરની આગળની ભાગે ઘણા બધા ચૂલા ચાલુ હતા
અને બાજરીના રોટલા ઉત્રવાના ચાલુ હતા. દસ મિનિટમાં તો પહેલી પંગત જમવા પણ બેસી ગઈ
.અમારી વાવ ટીમને વહેલો આગ્રહ કરવામાં આવ્યો કે આપણે ઘણું દૂર જાવાનું છુ આપ જમવા
બેસી જાઉં. પરના માળે અમારી પણ જમવાની
સુંદર વ્યવસ્થા થઈ , ગરમ –ગરમ બાજરીના રોટલા , ધી લગાવેલી ઘઉની રોટલીઓ, તીખાં
તમતમતાં તળેલાં લીલાં મરચાં,શાક,દાળ અને કાઢી. એમના જમાડવામાં સંપૂર્ણ પરિવારનો
પવિત્ર ભાવ દેખાઈ રહ્યો હતો.
હિતેશભાઈ એ ધાર્યું હોત તો બધા મિત્રોને હાઇવે પરની હોટલમાં જમાડીને
રવાના કરી દીધા હોત પણ એમણે યજમાન તરીકે ની ભૂમિકા બખૂબી નિભાવી. એમના
પ્રેમ અને લાગણી ની સાથે પરિવારની એકતા પણ દેખાઈ. ફરીથી હિતેશભાઈ એમના પરિવાર અને
ટીમ ડીસા ને ખૂબ ખૂબ અભિનંદન .. સાથે મળીને પ્રગતિ કરીએ એવિ શુભકામનાઓ.
લેખન: કાંતિલાલ હેમાણી
કારેલી પ્રાથમિક શાળા તા. વાવ
9586537565
9429120294

Very good 😊
ReplyDeleteNice sir
ReplyDeleteસરસ લેખન...
ReplyDeleteખુબ સરસ કાર્યક્રમ ગણાય
ReplyDeleteસરસ.
ReplyDelete